________________
બાલકસુંદરીનું ચરિત્ર
પ્રકરણ ૪૮ મું.
દૂત પ્રેષણ
આ શહેરની નજીકમાં ઉંચી ટેકરીઓ વિગેરેની સગવડતાવાળી જમીન ઉપર રીન્યને પડાવ નાંખે.
આવું મેરિન્ય પોતાના રાજ્ય પર ચડી આવ્યું છે; છતાં આ રાજા નિર્ભય કેમ જણાય છે ?. યુદ્ધ વિગેરેની સામગ્રી કેમ તૈયાર કરતે નથી? વિગેરે વિતર્કો કરતા અને રાજાઓએ દૂતને શિક્ષા આપી સિદ્ધરાજ પાસે મોકલે.
; દૂત રાજસભામાં આવી રાજાને નમસ્કાર કરી કહેવા લાગે સજન! પૃથ્વી સ્થાનપુરનો મહારાજા સુરપાળ તથા ચંદ્રાવતીને મહારાજ વરધવળ બને મોટું સૈન્ય લઈ અહીં આવ્યા છે. તેઓ આપને જણાવે છે કે જે બળસાર સાર્થવાહનતમે કેદ કરી. બંધીખાને નાખ્યો છે, તે અમારે મિત્ર છે.
. ખરેખર ઉદાર દિલના દાનેશ્વરી મનુષ્ય સર્વ જાની સાથે બાંધવાની માફક આચરણ કરે છે. મધુર પાણી વરસતે પરજન્ય વરસાદ કોને તૃપ્ત નથી કરતે ? તે વારંવાર. અમારા રાજ્યમાં વ્યાપાર નિમિત્તે આવજા કરી અમારા મહારાજ સાથે વિશેષ પ્રકારે નેહબંધનથી સંબં– ધીત થયા છે. તે ઉત્તમ કુળનો અને પ્રમાણિક માણસ છે. માટે તેને તમારે છોડી મૂક જોઈએ.