________________
૪૩૧
સતબળનો વિલાપ તે કનકવતીને મારે નંખાવી. તેણીએ પણ પિતાના દુષ્ટ કર્મનું ફળ કર્માનુસાર મેળવ્યું. મરણ પામીને છઠ્ઠી નરકે નારકીપણે તે ઉત્પન્ન થઈ અને ત્યાં નાના પ્રકારના દુઃખના ભાજનભૂત થઈ.
કનકવતીને મારવાથી કાંઈ રાજાનો શેક છે ન થયે તેને કારી ઘા ન રૂઝાયે, પિતાની અને ગુરૂની ખોટ ન પુરાઈ, પ્રધાન પુરૂષ એ તેને ઘણે સમજાવ્યું પણ તેણે એક ક્ષણમાત્ર પણ પિતૃક મૂક નહિ.
પૂજ્ય પિતાનું મરણ આવી વિષમ રીતે થયું જાણી સહસ્ત્રબળ રાજા પણ શેક સમુદ્રમાં ડૂબી ગયે. આ બંને રાજાઓને પિતાનો શાક, રામ લક્ષમણના શોકની માફક કે કૃષ્ણ બળભદ્રના શેકની માફક સાલવ. લાગે. તેઓએ રાજ્યના તમામ સુખને જલાજલિ આપી. સારું ખવું, સારૂં પીવું, સારાં વસ્ત્ર પહેરવાં. હસવું કે આનંદથી બેલવું તે સર્વે તેમણે મૂકી દીધું. સર્વ દિશાએ તેમને શૂન્ય લાગવા માંડી તેમજ કેઈ પણ સ્થળે તેઓને રતિ ન મળી, કેવળ શેકની ગમગીનીમાં બંને ભાઈઓ અહનિશ રહેવા લાગ્યા અને રાત્રિ દિવસ પિતાનું મરણ અને તેના ગુણે સંભારવા લાગ્યા.
આ પ્રમાણે બંને રાજાની સ્થિતિ દેખી પ્રધાન મંડળ પણ વિચારમાં પડયું કે હવે રાજાઓને શેકથી કેવી રીતે મુક્ત કરવા ?