________________
ઓરમાનમ તા રંગમાં ભંગ વ્યક્તિકર સાંભળે છે અને તેથી કોશ્ચાતુર થઈ દ્વાર બંધ કર્યા જણાય છે.
આ પ્રમાણે બન્ને જણ પિતાની ગફલતને પ્રસ્થાપિત કરતાં હતાં, તે અવસરે કનકવતી દ્વારે તાળું મારી રાજા પાસે ગઈ અને બન્ને જણને દેખેલે તથા સાંભળે વૃતાંત, વિશેષ પ્રકારે મીઠું મરચું ભભરાવી કહી બતાવ્યું.
પિતાની પુત્રીનું સ્વચ્છેદી અને અનાચારી વર્તન રાણના મુખેથી સાંભળતાં જ રાજાનાં નેત્રો ક્રોધથી લાલ થઈ આવ્યાં. અનેક સુભટોને સાથે લઈને, “મારે, પકડે, પકડે.” વિગેરે શબ્દો કરતો વીરધવળ રાજા, તત્કાળ મલયસુંદરીને મહેલ આગળ આબે સુભટોએ તે મહેલ ચારે બાજુથી ઘેરી લીધે. - રાજાના શબ્દો સાંભળતાં જ રાજકુમારી ગભરાઈ ગઈ હિમ્મત હારી ગઈ, દુખસમુદ્રમાં ડુબી ગઈ. “અરે ! આ સુંદર આકૃતિવાળા રાજકુમારનું શું થશે ? હું તેને બચાવ કેવી રીતે કરીશ ? ધિક્કાર થાઓ મને વિષકન્યાને કે, હજી તે મારે સંમેલન જ દષ્ટિ મેળાપ જ થયું છે, તેટલામાં તે આ કુમારને હું ઘાત કરાવનારી થઈ. મારા નિમિત્તે આ પુરૂષ રત્નને હમણાં જ વધ થશે.” ઈત્યાદિ ચિંતાજાળમાં ગુંથાયેલી અને આકુળવ્યાકુળ થતી રાજકુમારીને જઈ મહાબળે તેને ધીરજ આપી. “હે સુંદરી ! તું બીલકુલ ભય ન રાખીશ અને મારા અનિષ્ટ થવાની ચિંતા પણ ન કરીશ. જે પુરૂષ આવા ભયવાળા સ્થળમ