________________
મલવસુંદરીનું ચરિત્ર
આવી છું. એટલે હું તને તારી નગરીમાં પહોંચાડી શકતી નથી, વળી હમણાં મારો પતિ મારી પાછળ આવવાનો છે. તારું આવું સુંદર સ્વરૂપ જોઈ તારું શીયળ ખંડિત કરશે અથવા તો તને પત્ની કરીને રાખશે. કારણ કે તે મહા સ્ત્રીલંપટ છે. જે તને તે પત્ની બનાવશે તે સપત્નીશેક તરીકેનું મને પણ મહાન સંકટ પડશે. માટે છે બહેન ! ચાલ મારી સાથે. હું તેને સારી રીતે છુપાવી રાખું ?
આ પ્રમાણે જણાવી તે મને, એક મહાન પ્રવાહમાં વહન થતી નદીના કિનારા પાસે લઈ ગઈ. એ અવસરે મને તે ભય લાગે. હું વિચારવા લાગી કે, આ વિદ્યાધરી શું મને મારી નાખશે ? વૃક્ષ ઉપર લટકાવશે ? ગુફામાં પુરશે ? કે નદીના પ્રવાહમાં વહન કરાવશે ? અથવા આ ચિંતા કરવાનું મને કાંઈ પ્રયજન નથી, “બહુ દુઃખીઆને દુખ નહિ.” આ ન્યાયને અનુસરીને જે દુખ આવે તે સહન કરવું. | નદીના કિનારા પર એક સુકું જાડું લાકડું પડ્યું હતું. વિદ્યાશક્તિથી તેણુએ તેને બે વિભાગ કર્યા. એક મનુષ્ય સારી રીતે સમાઈ શકે તેટલું તે લાકડામાં પાલાણ કરી, ગશીર્ષ ચંદનવડે મારા સર્વ શરીરને વિલેપન કર્યું. વળી કર્યું, અગુરૂ, કસ્તુરી, પ્રમુખ સુગંધી વસ્તુ વડે મારા શરીરને અલંકૃત કરી તે વિદ્યાધરીએ મને જણાવ્યું કે “હે શુભ ! અહીં આવ. હું તારા શીયળનું