________________
૪૧૦
મલયસુંદરી ચરિત્ર અને ત્યાં પોતાના સેનાપતિ તથા પ્રધાનને મૂકી શતબળ કુમારને સાથે લઈ મૂળ રાજધાની પૃથવીસ્થાનપુરમાં આવી રહ્યો. દુજય શત્રુઓને સ્વાધીન કરી નિષ્કલંકપણે રાજ્યનું પાલન કરવા લાગે. વિશેષ પ્રકારે ધર્મમાં સાવધાન થઈ રહ્ય વ્યંતરદેવની મદદથી પ્રજા ઉન્નતિનાં અને. ધર્મોન્નતિનાં તેણે ઘણું સારા કાર્ય કર્યા. ઘણા શહેરમાં જીનેશ્વરનાં ભવ્ય દેવાલયે બંધાવ્યા અને પૂર્વ જન્મને, વારંવાર યાદ કરતાં વિશેષ પ્રકારે મુનિઓની ભક્તિ કરી. અહી ધર્મનું પાલન કરતાં મલયસુંદરીએ વંશની ધુરાને ધારણ કરનાર સહસ્ત્રબળ નામના બીજા કુમારને. જન્મ આપે.
પ્રકરણ ૬૨ મું
મહાબળને વૈરાગ્યે
સંસારના પ્રપંચમાં અને પાંચ ઇન્દ્રિયના વિષયમાં દિવસના દિવસે, મહીનાના મહીનાઓ અને વર્ષના વર્ષો ચાલ્યા જાય તે પણ મનુષ્યને તે સ્વલ્પ જ જણાય છે, આદિ કાળના લાંબા અભ્યાસથી લાંબુ આયુષ્ય અને ઈષ્ટ. વિષની પ્રાપ્તિ મનુષ્યને વિશેષ ગમે છે. કેઈની પ્રેરણા હે યા ન હ, તથાપિ તે તરફ સ્વાભાવિક જ મનુષ્યનું વલણ જોવા મળે છે, પણ અનાદિ કાળથી ભુલાયેલું આત્મા