________________
નિરાશામાં આશાને અકુર ૨૨૮ અહા ! સ્નેહની દશા કઈ જુદીજ દશા છે, મોહ મનુષ્યને આંતરચક્ષુઓ આગળ કઈ અનિર્વચનીય પદ્ય નાખે છે કે તે દૂર કરે અશક્ય થઈ પડે છે.
મરવાને ઉત્સુક થયેલા કુમારને દેખી રાજા રાણી પણ તેવી જ દશા અનુભવવા લાગ્યાં. રાજ્ય સંસ્થા ઉચ્છેદ થવાના ભયથી પ્રધાનમંડળ વ્યાકુળ થયું અને નગરલોક વિહવળ થઈ ચિંતા ચક્રપર આરૂઢ થયાં.
પ્રકરણ ૩૫ મું.
નિરાશામાં આશાને અંદર
રાજસભામાં શેક ઉદાસીનતા અને શૂન્યતાનું એક છત્ર સામ્રાજય વ્યાપી રહ્યું હતું. કેઈ કઈને સન્મુખ જોતું કે બેલતું નહોતું. કેઈ નિશ્વાસ મૂકતું તે કંઈ નેત્રમાંથી અશ્રપાત કરતું હતું, કેઈએ લમણા પર હાથ મૂક્યા હતા, ત્યારે કેટલાએક જમીન પર નીચી દષ્ટિ કરી બેઠા હતા, કેટલાએક તે ઉંડા વિચારમાં લીન થયા હોય તેમ જણાતા હતા, ટૂંકમાં કહીએ તે આનંદનાં સર્વ ચિહે લુપ્ત થયેલાં હતાં.
આ અવસરે અષ્ટાંગ નિમિત્તને જાણકાર એક નિમિત્તિએ રાજાની આજ્ઞાથી રાજસભામાં આવે. પ્રધાને તેને અવસર ઉચિત આદર સત્કાર કર્યો. તેના હાથમાં એક પુસ્તક હતું.