________________
૧૧૮
મલયસંદરી ચરિત્ર મરવા પહેલાં મને સંતોષ થશે કે, પિતાજીએ મારા અપરાધને બદલે આવે છે. વળી આપે મને મારી નાખવા કોટવાળને હુકમ આપે છે તે જો આપની આજ્ઞા હોય તે એક વખત આપનાં અને મારી માતાનાં દર્શન કરવા અને છેલ્લી ભેટ કરવા માટે આવું. આ વાત પણ આપને સંમત ન હોય તે તે ત્યાં રહીને જ આપને, ચંપકમાલા માતાને અને ઓરમાન માતા કનકાવતી આદિ સર્વને છેલ્લા નમસ્કાર કરે છે. ” -
રાજાએ રેષ કરી જણાવ્યું. અરે ! પાપિણ છોકરી નહિ કરવા લાયક કાર્ય કરીને મારી પાસેથી “ અપરાધ” જાણવા માગે છે. અહા ! સ્ત્રીઓને શે ગુઢ અભિપ્રાય ? શી કપટ પ્રવીણતા ! પરને પ્રતીતિ કરાવનારાં કેવાં તેના મધુર વાકયે ? ' અરે દાસી ! મને તેના પ્રણામની કાંઈ જરૂર નથી. હૃદયમાં વિષતુલ્ય પણ મુખે અમૃત સરખાં તેનાં વચને પણ સાંભળવાં નથી. કહી દેજે કે અહીં આવીને મુખ પણ ન દેખાડે અને કેટવાળ જેમ કહે તેમ મરણ સાધી લે.
રાજાનાં આવાં છેવટનાં વચન સાંભળી દાસીને ઘણું દુઃખ લાગ્યું. તેનું હૃદય ભરાઈ આવ્યું આંખમાંથી અશ્રુધારા ચાલવા લાગી. છેવટે ધીરજ ધરી દાસીએ મલય. સુંદરીને છેલે સંદેશે જણાવ્યું.