________________
યુહ પ્રવેશ
૩૨૭ ધારાની જેમ દિશાઓ ઉડી જાય છે, તેમ સિદ્ધરાજની બાણધારાએ રણાંગણમાંથી રાજહંસ સહજ વારમાં ઉડવા લાગ્યા એક તે બળવાન અને યુવાન સિદ્ધરાજ, તેમાં વળી દેવની મદદ. આ બંને કારણેથી સિદ્ધરાજનું જોર વયું. તેણે કૌતુકથી રાજાના ચામર, વજા અને છત્ર છેદી નાખ્યાં; તેમજ તે બંને રાજાના શરીરનું રક્ષણ કરતાં તેમણે હાથમાં લીધેલાં શર વાર વાર પાડી નાખવા લાગ્યો.
તેજવાન ગુરૂ શુક્રને પણ ચંદ્રમાં જેમ નિસ્તેજ કરી નાખે છે, તેમ બંને રાજાને નિસ્તેજ કરી ચિંતાસમુદ્રમાં નાખ્યા, ચિંતાથી અધોમુખ અને લજજાથી શ્યામ મુખ ધારણ કરતા પિતા તથા સસરાને દેખી સિદ્ધરાજે વ્યંતરદેવને બોલાવી કેટલીક અગત્યની ભલામણ કરી પૂર્વે લખી રાખેલ એક લેખ બાણના અગ્ર ભાગમાં રાખી તે બાણ રાજાના સન્મુખ ફેંકયું.
દેવ પ્રભાવથી સિદ્ધરાજે મુકેલું બાણ રાજાને નમસ્કાર કરતું અને મનુષ્યને મોહ પમાઠતું રાજા પાસે આવ્યું.
આ પ્રમાણે આવતા બાણને દેખી તે બંને રાજાએ ચિત્તમાં ચમત્કાર પામ્યા બાણ આકાશથી નીચે ઉતર્યું. સુરપાળ રાજાને ત્રણ પ્રદક્ષિણા કરી નમસ્કાર કર્યા અને તેના ચરણારવિંદમાં તે પત્ર મૂકી પાછું તે સિદ્ધરાજની પાસે ચાલ્યું ગયું.