________________
४२६
લયસુંદરી ચરિત્ર છે, આટધું છતાં આ મુનિએ આ અસહ્ય ઉપસર્ગ શા. માટે સહન કર્યો હશે? એ સામાન્ય વાંચનારને અજાયબી. ઉત્પન્ન કરનાર છે, અને તે પણ તેવું જ. પણ આયુષ્ય થોડું અને ઋણાનુબંધ વધારે એટલે બીજો ઉપાય શું ? દેહાધ્યાસ કે દેહ ઉપરનો મમત્વ સર્વથા છુટેલ હેવાથી તેનું –દેહનું ગમે તેમ થાય મારે તે બંધીખાનામાંથી છુટવું જ, આવી પ્રબળ ઈચ્છાવાન દેહ ઉપર પ્રેમ શા માટે કરે ? ખરેખર દેહ બંધીખાનું જ છે. આત્મા આવા મલીન પદાર્થોના કીચડથી આવૃત્ત થયેલ છે. તેના મધ્યમાં પડે છે. દેહાધ્યાસથી રીબાય છે, ઝુરે છે અને વારંવાર તેમાં પ્રવેશ તથા નિર્ગમન કર્યા કરે છે. આવા પરમ દુખના કારણભૂત દેહ અને કર્મને સર્વથા ક્ષય, થત હય, ફરી પાછું આવા દેહમાં આવવાનું સદાને માટે બંધ થતું હોય તો આવા દેહ બંધીખાનામાંથી છુટવાની કોણ આનાકાની કરે? આત્મદશામાં દેહ દશાનું ભાન પણ ન હોય, ઉપેક્ષા પણ પ્રબળ, ભાવનિર્માણ પણ તેવું, ઈત્યાદિ અનેક કારણે આ ઉપસર્ગ સહન કરવામાં ગણી શકાય. વિશેષ કારણ તે તે મહાત્મા જ
જાણે.
આવા ઉપસર્ગના પ્રસંગે આત્મજાગૃતિની પૂર્ણ જરૂર છે, તે જાગૃતિ આ મહાત્માને હતી, વિશેષ જાગૃતિ. માટે તેિજ પિતાને દઢતા કરતા ચાલ્યા. હે જીવ! શુભ ભાવ રૂપ વહાણ ઉપર તું ઘણા કાળથી ચડેલ.