________________
૧૯૯
મહાકષ્ટમાં મહાબળ આ આપની પુત્રવધુને મારા વસ્ત્રાભૂષણ સહિત પુરૂષના રૂપમાં કલદી વનમાં મેં મુકી હતી. ત્યાર પછી કઈ પણ રીતે તે નવીન પુરૂષ ફરતો ફરતો અહીં આવ્યું અને આપે તેને ઘટસર્પનું ભયંકર દિવ્ય આપ્યું આપના મહાન પુણ્યદયથી તે દિવ્યમાં સર્પને ઠેકાણે વિધાતાએ મને જ લાવી મૂક હતો હાથમાં લેતાંજ મેં તેને સારી રીતે ઓળખી લીધી ગુટિકાના પ્રયોગથી તેના કપાળમાં પુરૂષરૂપને બનાવનાર જે તિલક મેં કર્યું હતું તે તિલક મારી જીહાથી મેં બગાડી નાખ્યું હતું તે બગાડતાં જ આપ સર્વના દેખતાં તેનાં સ્વાભાવિક રૂપમાં તે વીરધવળ રાજાની પુત્રી થઈ રહી આ વૃત્તાંત ગુપ્ત પરમાર્થ આ પ્રમાણે છે. આ છે. આ રાજકુમારની વધૂ-સ્ત્રી છે, એમ નિશ્ચય થતાંજ, રાજા પ્રમુખ સર્વ લેકો મલયસુંદરીના સન્મુખ નેહથી આ દૃષ્ટિએ જોવા લાગ્યા.
મહા બળે મલયસુંદરીની સન્મુખ જઈ સહજ ઈસારે કર્યો કે તરત જ મલયસુંદરીએ પોતાના વસ્ત્ર સંકેરી, મર્યાદાપૂર્વક સસરા-સાસુના પગમાં પડી નમસ્કાર કર્યો. તેઓએ પણ પ્રસન્ન થઈ “અખંડ સૌભાગ્યવતી રહો” એ અંતરથી આશીર્વાદ આપે.
એ અવસરે પિતાના કરેલા અપરાધને પશ્ચાતાપ કરી સુરપાળ રાજાના નેત્રમાંથી અશ્રુધારા વહન થવા લાગી. મસ્તક હલાવી રાજા બોલી ઉઠે ! કમનસીબ સુરપાળ ! પુત્રવધુ ઉપર આટલું બધુ શત્રુને ઉચિત આચરણ !