________________
સાધુ દ
૩૧૭૫
પ્રકરણ ૫૮ મું.
સાધુ પદ.
પરમ શાંતિપદના અભિલાષીએાએ પ્રથમ મુનિ પદનું અવલંબન લઈ તેનું ધ્યાન કરવું, સાધુઓનું ઉત્તમમાં ઉત્તમ ચરિત્ર પિતાના સન્મુખ સ્થાપન કરવું, તેના ઉત્તમ ગુણે એક બાજુ સન્મુખ લખી લેવા પછી તે માફક પ્રવૃત્તિ કરવાની દઢ પ્રતિજ્ઞા કરવી. દરેક પ્રસંગમાં અપ્રમત્ત મુનિએ આ ઠેકાણે કેવી પ્રવૃત્તિ કરે ? તે પિતાના મનને પૂછવું અથવા તેમના ઉત્તમ જીવનમાંથી તપાસી લેવું. તેમાંથી જે જવાબ મળે તે માફક વર્તન કરવું.
ખાતાં, પીતાં, સતાં બેસતાં ઉઠતાં કે કોઈ પણ કાર્ય કરતાં, તેઓનું ચિત્રપટ પતાના હદયમાં કે સન્મુખ રાખવું અને આવા પ્રસંગમાં તેમની કેવી પ્રવૃત્તિ હોય, કેવી લાગણી હોય, હૃદય કેટલું આદ્ર હોય અથવા કેવી વૈરાગ્ય વૃત્તિ હોય કે કેવી ઉપગની જાગૃતિ હોય તે વિચારી તેવા તેવા પ્રસંગમાં તદાકાર થવું આજ મુનિપદનું આરાધના અને આજ મુનિપદનું ધ્યાન
આ પ્રમાણે પ્રવૃત્તિ કરતાં જ્યારે મુનિપદ લાયકના સવ ગુણે પોતાનામાં દાખલ થયા છે, એમ પોતાનું