________________
મલયસંદરી ચરિત્ર મલયસુંદરી–રાજકુમાર ! હું કેવી રીતે જીવતી રહી ? અને તમારે મેળાપ અહીં અકસ્માત કેવી રીતે થયો?
મહાબળ–રાજકુમારી ! તે વાત આપણે પછી કરીશું. આ નજીકમાં નદી જણાય છે, ત્યાં જઈ પ્રથમ તારૂં શરીર મળ અને કાદવથી ખરડાયેલું છે તે સાફ કરીએ.
મલયસુંદરી–જેવી આપની આજ્ઞા
બને જણ નદીના કિનારા પર ગયાં. શરીર સાફ કરી વસ્ત્ર ધંઈ, પાણી પી, પાછાં ફરી તેજ આમ્રવૃક્ષની નીચે આવી બેઠાં.
મલયસુંદરી–જરા સ્વચ્છ થઈ રાજકુમાર ! તમે અહીં ક્યાંથી ? મહાબળે પિતાને વૃત્તાંત, વ્યંતરીએ હરણ કર્યાથી તે, અજગરનું વિદારણ કર્યું ત્યાં સુધી કહી બતાવ્યું. તે વૃત્તાંત સાંભળતાં મલયસુંદરી કુમારના દૌર્ય અને સાહસથી ચમત્કાર પામી વારંવાર પિતાનું મસ્તક ધુણાવવા લાગી. કુમાર ઉપર નેહવાળી દષ્ટિ ફેંકતાં તેણે જણાવ્યું. સુંદર ! તમે ઘણું કષ્ટ સહન કર્યું.
મહાબળ–સુંદરી ! તું તારી વાર્તા મને મુળથી જણાવ. મારા જવા પછી શું શું બનાવ બન્યા ? આ ભયંકર અજગરના ઉદરમાં હું કેવી રીતે આવી પડી? અનેક સુભટેથી વિંટાએલ રાજમહેલમાં રહેનારી, તને આ પાપી અજગરે ગળીને આંહી કેવી રીતે આણી?