________________
૧૦૯
મલયસુંદરી અજગરના મુખમાં - કુમાર મનમાં જ બોલી ઉઠ, અરે ! આતે મોટું આશ્ચર્ય ! દેવીએ મને કયાં લાવી મૂકે? પડતો પડત હું ક્યાં પડે? અહા ! મારા પિતા મને જે સ્થળે મોકલવાના હતા અને મારું વાંછિત જે સ્થળે હતું, તેજ સ્થળે આવી પહોંચ્યું .
અહે! પુણ્યનો વૈભવ ! યમના મુખમાં ગયેલી કુમારી પણ મને અહીં જીવતી મળી. મારે વિધાતા હજી અનુકૂળ છે. વિના પણ અનુકૂળ સુખરૂપ થાય છે. ખરેખર વિદનથી કે સંકટથી ખેદ કરવું ન જોઈએ. પણ જે થાય તે સારા માટે એમ માનવું જોઈએ.
| મહાબળ-ભદ્રે ! શું આ રાજાને ઘેર હમણાં કાંઈ નવીન જાણવા લાયક બીના બની છે ? .
આવનાર સ્ત્રી-હા, તે રાજાને એક મલયસુંદરી નામની કુંવરી હતી. તેને માટે રાજાએ સ્વયંવર મંડપ માંડ્યો છે. રાજપુત્રોને બોલાવવા નિમિત્તે અનેક સ્થળે દૂતે મેકલ્યા છે. આજથી ત્રીજે દિવસે અર્થાત ચતુદશીને દિવસે સ્વયંવર થવાનું હતું, તેને માટે ઘણા હર્ષથી રાજાએ સર્વ સામગ્રી રાજાએ તૈયાર કરી હતી. પણ તે મલયસુંદરીની ઓરમાન માતા કનકવતીએ રંગમાં ભંગ પાડે છે. કનકવતીની સમા નામની હું મુખ્ય દાસી છું, તેના દરેક રહસ્યને જાણનારી, તેમજ દરેક કાર્યમાં આગેવાનીભર્યો ભાગ લેનારી જે કઈ હેય તે હું પોતે જ છું.
કનકાવતી, મલયસુંદરી પર નિરંતર ષ રાખતી અને તેનાં છિદ્રો જોયા કરતી હતી.