________________
મલયસુંદરી ચરિત્ર'' - સિદ્ધ ! આ તમારી સ્ત્રીને તમે ભોજન કરાવે. કાલે તેણીએ બીલકુલ ખાધું નથી. સિધેિ મલયસુંદરીને ભેજન કરાવ્યું. ભેજન કર્યા બાદ મહાબળે રાજાને જણાવ્યું. રાજન મેં તમારું કાર્ય કરી આપ્યું છે. હવે તમે તમારું વચન પાળે. મને રજા આપે કે મારી સ્ત્રીને લઈ હું મારા દેશ તરફ ચાલતે થાઉં. ' રાજા ગભરાયો, હવે શું ઉત્તર આપે તે તેને સુઝયું નહિ. મલયસુંદરી સોંપવી તે નહિ જ. ત્યારે ના પણ ન પડાય. તેથી પ્રજામાં ઈતરાજી ઉત્પન્ન થાય. ઈત્યાદિ કારણથી નજીકમાં બેઠેલા જીવાપ્રધાનને સન્મુખ જોઈ સહજ ઈસાર કર્યો. | મંત્રીએ છેડે વખત વિચાર કરી રાજાની મરજી અનુસાર મહાબળને જણાવ્યું સિદ્ધપુરૂષ ! તમે રાજાનું એક કાર્ય કરી આપું. ખરેખર ! ધીર્યવાન અને સાહ સિક છે તે એક બીજું પણ રાજાનું કાર્ય કરી આપો.
આ શહેરના નજીકમાં એકછિનતંક નામને પહાડ છે. તેના એક વિષમ શિખરની પછાડીની બાજુમાં–ઉપરનું શિખર અને જમીનને નીચે ભાગ તેના વચલા ભાગમાં નિરંતર ફળ આપનાર એક આમ્રવૃક્ષ રહેલું છે. પૂર્વ દિશા તરફથી તે શિખરની ટોચ ઉપર ચડાય છે. કારણ કે પશ્ચિમ કે બીજી કઈ પણ બાજુથી તે ઉપર ચડવાને માર્ગ નથી. તે શિખર પરથી આંબાને લક્ષ કરી તેના ઉપર પડતું મૂકવું. તે આંબાના ફળે લઈ ત્યાંથી નીચે