________________
૩૭
થસ્થધમ તેમણે ખાસ બચાવ કરવો જોઈએ. ત્રસ જેમાં પણ અપરાધી જીવને બચાવ કરે તે ગૃહસ્થ ધર્મ ચલાવનાર માટે સલામતી ભર્યું નથી. તેમજ આરંભમાં પણ ત્રાસ અને વિનાશ થવે તે સંભવનીય છે માટે નિરપરાધી, આરંભ સિવાય અને સંકલ્પીને મારવાની બુદ્ધિથી જાણી જોઈને ત્રસ જીવોને ન મારવા. આટલો બચાવ ગૃહસ્થોએ પહેલા અહિંસાવતમાં કરે. જોઈએ.
૨. સ્થળ મૃષાવાદ વિરમણ, હું આજે દશ વાગે આવીશ, એમ કહી દશ ને એક મીનીટ જે જાય છે. મૃષાવાદ-અસત્યનો દોષ લાગે છે. આ આંબાનું વન છે એમ કહેતા તેમાં જે કોઈ બીજા વૃક્ષ હોય તે પણ અસત્ય દેષ લાગે છે. આ જાતિનાં સર્વ સૂક્ષ્મ અસત્ય ગણાય છે. તેવી તીવ્ર જાગૃતિ ન હોવાથી આ સમ અસત્યને ત્યાગ ગૃહસ્થ કરી શકતા નથી માટે તેઓએ જેને વ્યવહારમાં લોકે અસત્ય ગણે છે તેવા સ્થળ-મોટાં અસત્ય બલવાન ત્યાગ કરે તે ગૃહસ્થનું બીજું વ્રત છે.
૩. સ્થૂળ અદત્તાદાન વિરમણ. ચેરી કરવી નહિં. વસ્તુના માલિકની રજા સિવાય એક તૃણ માત્ર લેવું તે ચોરી ગણાય છે, પણ ગૃહસ્થાએ મટી ચેરીનો ત્યાગ કરે તે ગૃહસ્થાશ્રમમાં બની શકવું યોગ્ય છે. ખાતર પાડવું, તાળું તોડવું, વાટ લુંટવી, ગાંઠ કાપવી, દાણ ચોરી કરવી. ઓછું દેવું, વધારે લેવું વિગેરે રાજા દંડે તેવી ચોરીનો ત્યાગ કરે તે ગ્રહનું બીજું વ્રત છે.