________________
૩૦
મલયસુંદરી ચરિત્ર નિર્ભય થઈ ત્યાં રહ્યો ખરેખર કરેલે ઉપકાર નિરર્થક જતે નથી વાર્તાલાપ કરતાં અમારી પવિત્ર રાત્રિ વ્યતિત થઈ
વ્યંતરદેવે પ્રભાતે જણાવ્યું. રાજકુમાર ! તું મારોઅતિથિ છે. અતિથિનું સન્માન કરવું જ જોઈએ. માસ લાયક ઈષ્ટ કાર્ય તું બતાવ, જે કરી આપી અતિથિનું સન્માન અને પરોપકારને બદલો હું કાંઈક વાળી આપું.
મેં જણાવ્યું કંદર્પ રાજા મને જે કાર્ય બતાવે, તે કાર્ય કરવાને હું સમર્થ થા, તે પ્રકારે મદદ આપે.
વ્યતર–કંદર્પ રાજા તને મારવાને ઈચ્છે છે, માટે જે તારી સંમતિ હોય તો હું તેને શિક્ષા આપું.
જણાવ્યું તમારી મદદથી તેનું આ કાર્ય તે હું તેને કરી આપીશ, છતાં પણ તે રાજા પિતાના દુષ્ટ અધ્યવસાયથી પાછા નહિ હઠે તો પછી તમને જેમ યોગ્ય લાગે તેમ શિક્ષા આપજો.
વ્યંતરદેવે તેમ કરવા કબૂલ કર્યું. વળી વિશેષમાં એમ પણ જણાવ્યું કે બીજું પણ કઈ અસાધ્ય કાર્ય કોઈ વખત આવી પડે તે મને તરત થાદ કરજે. યાદ કરવા માત્રથી જ હું હાજર થઈ તેવા અસાધ્ય કાર્યમાં પણ મારાથી બનતી મદદ આપીશ. –
આ પ્રમાણે મને કહ્યા પછી તરતજ તે કઈ સ્થળેથી એક કરંડીઓ લઈ આવ્યું. તે આંબા ઉપરથી પાકાં સુંદર ફળો તેમાં ભરી, કરંડીયા સહિત મને ત્યાંથી ઉપાડી આ શહેરના ઉધાનમાં લાવી મૂકયે,