________________
મલયાચળને પહાડ અભદેવ પ્રભુનું મંદિર ૫૯ તે એ અવસરે ખાવા ધાવતું હોય તેમ જણાતું હતું. બાવના ચંદનને સુગંધી પરિમલ જોરથી મારા શરીર સાથે અફળાતું હતું, તથાપિ મને દુઃખરૂપ જ લાગત. વૃક્ષની ઘાઢી ઘટાઓ ચારેબાજુ આવી રહી હતી, તથાપિ નિર્જન પ્રદેશ ભયંકર લાગતું હતું. ચારે દિશાનાં દષ્ટિ ફેંકતી હું શીલાતલ પરથી બેઠી થઈ, આગળ પાછળ નજર કરૂં પણ ત્યાં કોઈ મનુષ્ય જણાતું નહતું. કેવલ સિંહ, વ્યાધ રીંછ અને તેવાજ વિકરાળ પ્રાણિઓના શબદ સંભળાતા હતા, આવી દુઃખદ સ્થિતિમાં સાહસ અવલંબી એક દિશા તરફ મેં ચાલવા માંડયું. ચાલતાં ચાલતાં વિચાર કરતી હતી કે, તે મારી રમણીય નગરી ક્યાં અને આ નિર્જન પ્રદેશ કયાં ! મારે પ્રાણવલ્લભ કયાં રહ્યો અને તેનો મેળાપ મને કેવી રીતે થશે? નિષ્કારણ બૈરીએ મારૂં અપહરણ શા માટે કર્યું હશે ? આ આપત્તિને નિસ્તાર માટે કેવી રીતે પામે? આ જંગલમાં હું એકલી શું કરીશ? મારા પ્રાણવલ્લભનું શું થશે? વિગેરે વિચાર કરતી, અને પગલે પગલે ખલના પામતી હું કેટલીક ભૂમિ પહાડ ઉપરજ ચાલી ગઈ, તેવામાં એક વિશાળ, ભવ્ય મંદિર મારી નજરે પડયું
તે મંદિરનાં દ્વાર ખુલ્લાં હતાં. હિમ્મતથી મેં તેમાં પ્રવેશ કર્યો, તે મંદિરમાં કષભદેવ પ્રભુની સુંદર, અને શાંત મૂર્તિ જોવામાં આવી. તે પ્રભુનાં દર્શન થતાં જ, મને મારા દુખમાંથી કાંઈક વિશ્રાંતિ મળી. મારી અનેક