________________
વરમાળા આરોપણ અને લગ્ન ૧૬૫ ચિરના માલની ખાલી પડેલી મંજુષામાં મૂકે, કનકવતીને ફરી જણાવ્યું કે આ ચાર અહીથી જાય નહિ ત્યાં સુધી તું આ મંજુષામાં પેસી જા, કુર હૃદયની પણ કાયર સ્વભાવવાળી કનકવતીએ તેમ કરવું કબુલ કર્યું. તે મંજુષામાં પિડી એટલે મેં બહારથી પેટી બંધ કરી તાળુ. વાસી દીધું. ત્યાર પછી મારા સ્વામીને બેલાવી તે પેટી અમે ઉપાડી અને નજીકમાં વહન થતી ગોળા નદીમાં પધરાવી દીધી. ત્યાર પછી મારા કપાળમાં રહેલું તીલક મારા સ્વા પીએ પિતાના નિર્ણયુતથી-થુંકથી ભૂંસી નાખ્યું કે તત્કાળ મારૂં મૂળ સ્વરૂપ થઈ ગયું.
મારા સ્વામીની આજ્ઞા થતાં ચંદનાદિક વિલેપન કરી, તે ઝાડના પિલાણમાંથી મળેલા કુંડળ અને દુકુળાદિમેં પહેર્યા, કનવતી પાસેથી મળેલ હાર અને કંચ તે પણ પહેરી લીધે તથા હાથમાં વરમાળા લઈ તે કાષ્ટના દળમાં હું પડી. મારા સ્વામીએ મને જણાવ્યું. “ તારે ધીરજ રાખવી, આ કામ આ પ્રમાણે થશે. તારે આ પ્રમાણે કરવું. સ્વયંવર મડપમાં હું વીણા બજાવીશ. વીણ સાંભળ્યા બાદ અંદર સ્થાપન કરેલી ખીલી તારે ખેંચી લેવી.” ઈત્યાદિ શિક્ષા આપી વિશેષ વખત ઠંડક રહે તેવી વસ્તુ પાસે મૂકી તે દળના ઉપર ત્રીજું દળ ચઢાવી દીધું, એટલે મેં અંદરથી ખીલીની ચપ ચઢાવી દીધી.
ત્યાર પછી શું બન્યું તે વાત ગર્ભગત જીવની માફક હું જાણતી નથી.