________________
પૂર્વભવ
૩૮૯ જાણી લીધું. પ્રિયમિત્ર ક્રોધાતુર થઈ આ સર્વ બીના તેને બાંધવ પ્રમુખ સ્વજનની આગળ જાહેર કરી. તેઓએ અત્યંત નિર્ભના કરી તેને શહેર મૂકી ચાલ્યા જવાની ફરજ પાડી
ગુરૂમહારાજ ચંદ્રયશાના મુખથી આ વાત સાંભળી સભામાં બેઠેલા કેટલાક વૃદ્ધ માણસ બેલી ઉઠયા. ગુરૂશ્રી આપનું કહેવું બરોબર છે. અમે પૃથ્વી સ્થાનપુરાને છીએ, આ સબ વાત અમારી સમૃતિમાં છે. ખરેખર જ્ઞાનના વિષયમાં કાઈ ન હોય તેમ નથી. અર્થાત્ જ્ઞાનીઓ જ્ઞાનબળથી પૂર્વે બનેલી સર્વ હકીકત જાણી શકે છે. પ્રિય મિત્રનું ઘર હજી પણ ત્યાં તેના નામથી જ ઓળખાય છે અને હમણાં તે બીજા મનુષ્યના કબજામાં છે.
1 સુરપાળ–શહેર છોડી ગયા પછી મદનપ્રિયની શું સ્થિતિ થઈ?
ચંદ્રયશા–મદનપ્રિય એક દિશાને ઉદેશીને આગળ ચાલવા લાગ્યા. આગળ ચાલતાં નિરાહારપણે તેને બે દિવસ થઈ ગયા. ત્રીજે દિવસે આગળ ચાલતાં અટવીમાં એક ગોકુળ-ગાનું ટોળું તેને જોવામાં આવ્યું. ક્ષુધાતુર મદને એક ગોવાળીયા પાસે દૂધની પ્રાર્થના કરી. તે દયાળુ ગેવાળીય.એ તેના સમુદાયમાં એક મહીષી ભેંસ દયા વિનાની હતી; તે એક ઘડામાં દેહી આપી અને તે દુધને ભરેલો ઘડો તેને પીવા માટે આપ્યું. આ નજીકમાં તળાવ જણાય છે, તેના કિનારા ઉપર જઈ ત્યાં