________________
૨૪૪
લવસુંદરી રે* હું તારા પુત્રને મારા પુત્ર તરીકે ગણીશ, કામાંધ સાર્થવાહ આ પ્રમાણે પ્રાર્થના કરવા લાગ્યા.
મલયસુંદરી-સાર્થવાહ ! પરસ્ત્રીગમન મહાન પાપ છે. તેમાં પણ સતી સ્ત્રીઓના શીયળનું ખંડન કરવું તે થિર પાપ ગણાય છે. તારા જેવા કુલીન પુરૂષને ઉભય લોકવિરૂદ્ધ આવું કાર્ય કરવું તે બીલકુલ યોગ્ય નથી
अपि नस्यतु सर्वस्त्र, भवत्वग च खंडश : कल कयामि शील स्वन तथापी दुनिर्मल ॥ १॥
સાર્થવાહ! મારા સર્વનો નાશ થાય અને આ શરીરના ટુકડે ટુકડા થાય તો પણ ચંદ્રની માફક નિર્મળ મારા શીયળને હું બિલકુલ કલંકિત નહિંજ કરૂં ઈત્યાદિ અનેક પ્રકારે પોતાના શીયળની દઢતા જણાવી. આ અકાર્યથી પાછા હઠવા સાર્થવાહને જણાવ્યું સાર્થવાહ મલયસુંદરીના આવા દઢ નિશ્ચયથી સ્તબ્ધ થશે. મને ધારી ઉંભે રહ્યો. તેના મનમાં નિર્ણય હતું. કે ગમે તે પ્રકારે મલયસુંદરીને હું મારા સ્વાધીને કરીશ, પણ અત્યારે આ શબ્દોથી તેના સર્વ મને નિરર્થક થયા. તેનાં હદયમાં ક્રોધાગ્નિ પ્રગટ થયા. હિતકારી શબ્દો અહિતપણે પરિણમ્યા યુવાન સાર્થવાહ યુવાનીના આવેશમાં આવી ગ, તરત જ મલયસુંદરી પાસેથી પુત્રને ખેંચી લીધો અને એક ઘરની અંદર તેને પુરી, કારે તાળું લગાવી પુત્રને સાથે લઈ પિતાની પ્રિયસુંદરી નામની સ્ત્રી પાસે આવે.