________________
મલયસુંદરી ચરિત્ર ૧૪. લેભાકષાય વિજય-સર્વ સ્થળે સંતોષવૃત્તિ રાખી લેભને વિજ્ય કરે તે લેભ સંયમ.
૧૫. મનદંડવિરતી આર્ત, રૌદ્ર પરિણામ ઉત્પન્ન થાય તે કાંઈ પણ વિચાર કરે તે મનદંડ વિરતિ સંયમ
૧૬. વચનદડવિરતિ પિતાને કે પરને જેનું પરિણામ સુખરૂપ થાય તેવું વચન ન બેલવું, પણ પરિણામ. સુખરૂપ થાય તેવું હિતાવહ બલવું તે, વચનદંડ વિરતી સંયમ.
૧૭. કાયદંડવિરતિ શરીરથી કોઈપણ જાતની ખરાબ પ્રવૃત્તિ ન કરવી તે કાયદંડ વિરતિ સંયમ.
આ સત્તર પ્રકારનો સંયમ માર્ગ છે. આ એક એક ભેદ આશ્રવના પ્રવાહને રોકવાને માટે મજબુત દરવાજાની ગરજ સારે છે. પરમશાંતિના માર્ગમાં પ્રવેશ કરનારાઓએ. વારંવાર આ સંયમનું સમાલોચન કરવું જોઈએ, તેનાથી વિપરિત પ્રવૃત્તિ ન થાય તે માટે વારંવાર જાગૃત. રહેવું જોઈએ.
આ સંયમના દ્વારે, આવતા આશ્રવને કયા પછી પૂર્વે જે કર્મને જમાવ એકઠા થયા છે તેને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ.