________________
કારાયલમાં સસ
૨૮૫ સિદ્ધપુરૂષ–હવે મને રજા આપે, તમારું બોલેલું વચન પાળે. હું મારી સ્ત્રીને લઈને મારા દેશ તરફ જાઉં. સૂર્ય મેઘ અને સમુદ્રની માફક ઉત્તમ પુરૂષે બીલકુલ મર્યાદા એવંધતા નથી. પિતાનું બેલેલું વચન નહિ પાળી જે રાજાએ મર્યાદાનું ઉલંઘન કરે છે, તે અવશ્ય પિતાનો અને તેના આશ્રિતોને નાશ
સત્યતાને ખાતર પ્રજાએ પણ રાજાને સમજાવ્યું રાજન ! આ સ્ત્રી સિદ્ધને સોંપવી જોઈએ આપે બોલેલું આપનું વચન સત્ય કરવું જોઈએ અને દુઃખી દંપતીને સુખી કરવાં જોઈએ.
આ વાત રાજાને બીલકુલ રૂચતી નહોતી. તે સમીવૃક્ષની માફક અંતરમાં ગાઢ કે પાનળથી પ્રજવવિલ થઈ રહ્યો. થોડા વખત મૌન રહી અન્ય વાતોમાં તે વાત ભુલાવવા લાગ્યો.
રાજા–સિદ્ધપુરૂષ ! આ સ્ત્રી સાથે તમારે કાંઈ સંબંધ છે ?
સિદ્ધપુરૂષ–હા, તે મારી પ્રિય પત્ની છે. દેવયોગે તે મારાથી વિખુટી પડી હતી.
રાજા–તમે તમારા કહ્યા મુજબ મારું એક કાર્ય કરી આપ. મારું મસ્તક નિરંતર દુખ્યા કરે છે, પીડા શાંત થતી નથી. ઈષ્ટદે જણાવ્યું છે કે કોઈ ઉત્તમ લક્ષણવાન પુરૂષ મળી આવે, તેને ચિંતામાં આવતો