________________
૨૪૬
મલયસુંદરી ચરિત્ર મને મારી નાખશે ? ખેર ! જે થવાનું હોય તે થાઓ. પણ મારા પુત્રની શી ગતિ થશે? પુત્ર દુઃખથી દુઃખીણું મલયસુંદરી આ વખતે જીવતાં પણ મરવા જેવી સ્થિતિમાં આવી પડી હતી, અથુ મુકતા ગદ્ગદ્ કંઠે સાર્થવાહને જણાવ્યું. સાર્થવાહ ! તે મારા પુત્રનું શું કર્યું ? તેને કયાં રાખે છે ?
ઘણા ખુશી થતા સાર્થવાહે જણાવ્યું. જે મારૂં કહેવું તું માન્ય કરતી હો તે તને તારા પુત્ર સાથે મેળાપ કરાવી આપું. એટલું જ નહિ પણ તારા સવા મને પૂર્ણ કરાવી આપું.
સાર્થવાહને ઉત્તર સાંભળી, વ્યાવ્રતટી ન્યાયે સંકટમાં આવી પડેલી મલયસુંદરીએ પુત્ર કરતાં પણ શીયળને અધિક ગણી કાંઈ પણ ઉત્તર આપ્યા સિવાય મૌનપણું ધારણ કર્યું.
પવન અનુકૂળ હોવાથી વહાણ થોડા જ વખતમાં બર્બળકુળમાં આવી પહોંચ્યાં. જગાતે ચુકાવી માલ બધે ઉતારી પીઠબજાર વેચવા માંડે. માલ વેચાઈ રહેતાં, તે દુષ્ટ દૃષ્ટીએ પિતાને આદર નહિ કરનાર મલય સુંદરીને કૃમિરાગ કરવાવાળા નિર્દય કારૂના કુળમાં ઘણું ધન લઈ વેચી દીધી.
ત્યાં પણ કામાંધ પુરૂએ પિતાની સ્ત્રી કરવા અને વિષય માટે શામ, દામ, દંડાદિકથી પ્રાર્થના કરી; છતા તેણીનું મન લગાર માત્ર પણ ચલાયમાન ન થયું.