________________
દુખી વિરધવળ
૧૭ વિનયપૂર્વક જણાવ્યું. મહારાજા ! શાંત થાઓ. ધીરજ ધો. આમ કુવિકલપ ન કરે. હું નિશ્ચયપૂર્વક કહું છું કે તે જ મહાબળ કુમાર હતા અને તેજ આપની પુત્રી મલયસુંદરી હતી, પણ રાત્રિએ બહાર જતાં કોઈ એ છળપ્રપંચથી પકડયાં હોય કે આડે રસ્તે નીકળી ગયાં હોય તેમ સંભવે છે. તે મહારાજા ! દેશાંતરે, અરણ્યમાં, નદી, ર્વત ઈત્યાદિ સ્થળે હોંશીઆર માણસોને મેકલાવી તેની શોધ કરાવે. કદાચ કોઈપણ પ્રયોગથી તેઓ પૃથવીસ્થાનપુરે ગયા હોય તો ત્યાં પણ તરતજ ખબર કરાવે.
આ સર્વ વૃત્તાંત સુરપાળ રાજાને પણ જણાવે, કેમકે પુત્રવાત્સલ્યતાથી તે પણ આ સમાન દુઃખીઓ થઈ સર્વ સ્થળે તપાસ કરાવશે.
રાજા વિરધષળ–વેગવતી ! તારી બુદ્ધિ ઘણું જ ઉત્તમ છે. તે ઘણે સારો ઉપાય બતાવ્યું.
રાજાએ તેના કહેવા મુજબ તરત જ સર્વસ્થળે માણસે મેકલાવ્યાં. અને મલયકેતુ કુમારને રસ્તામાં શોધ કરતા, મહારાજા સુરપાળને વૃત્તાંત જણાવવા માટે મેકલ્ય.
પ્રકરણ ૨૯ મું.
ભૂતને આલાપ એક તો રાત્રિને વખત તેમાં વળી અંધારી ચૌદશ, એક બાજુ શમશાન બીજી બાજુ ધબંધ વહેતી નદીના પ્રવાહને ખળખળાટ,