________________
૧૪૮
મહાસુંદરી ચરિત્ર સુગંધી દ્રવ્યનું વિલેપન કરેલું હતું. તેણીએ સુંદર વસે અને દિવ્ય અલંકાર પહેર્યા હતા. હદયપર લક્ષ્મીપુંજહાર શોભી રહયો હતો. મુખથી તાંબુલ ચાવતી હતી. ડાબા હાથમાં પાનનું બીડું અને જમણા હાથમાં વરમાળા ધારણ કરી હતી.
આમ અકસ્માત્ મલયસુંદરીને જોતાં, મનુષ્યને અને વિશેષ પ્રકારે રાજારાણના આનંદનો પાર ન રહો.
હર્ષથી ભેટવાને માટે મહારાજા વિરધવળ કુમારીની નજીક આવ્યું અને ઉત્સુક્તાથી પૂછવા લાગે, મારી હાલી પુત્રી મલયા! તું આ સ્થંભમાં કયારે અને કેવી રીતે પેકી તે જણાવ.
ગુભાશુભ કર્મ વિપાકને જાણનારી અને તેથી જ પિતાને નહિ પણ પિતાના કર્મને દેષ આપનારી મલયસુંદરીએ કાંઈક સહિત દષ્ટિએ પિતા સામું જોઈ ઉત્તર આપે
પિતાજી ! જેના પ્રસાદથી હું જીવતી રહી છું, તે કુળદેવતાજ આ સ્થંભમાં કયારે અને કેવી રીતે પેઢી તે સંબંધમાં જાણે છે.
કુમારીને સાક્ષાત્ પૂર્વની માફક બોલતી જોઈ, આરતી ઉતારતા હોય નહિ તેમ લોકે વસ્ત્રના છેડાથી ઓવારણાં લેવા લાગ્યાં.
રાજકુટુંબ-કુમારી ! અમે તારૂં સ્મરણ જ કરતા હતા કે, શું અમે આ નેત્રોથી કુમારીને જોઈશુ? તેવામાં અકસ્માત તારૂં દર્શન થયું.