________________
મલયા દેવી ભક્તિ, અને ધર્મપરાયણપણે જોઈ ઇષભદેવ પ્રભુની અધિછાતૃદેવી હું તને મદદ કરવાને માટે તારી આગળ પ્રસન થઈ છું. આ આદિજીનંદ્રના ભુવનને નજીકમાં જ રહેતી અને આ ભવનનું રક્ષણ કરતી, “તું' ચકેશ્વરી દેવી સમજજે.
આ મલયાચળના પહાડ ઉપર મારૂં ભુવન હોવાથી, મારૂં બીજું નામ મલયાદેવી પણ લેકે કહે છે, મારી સ્વમી–એક ધર્મ પાળનારી બહેન ! તુ દૌર્ય રાખ, ભય મકીદે. હું તારું રક્ષણ કરવા માટેજ આવી છું.” આ પ્રમાણે કહી આદરપૂર્વક તેણીએ મારા હાથમાં કેટલુંક ચંદન આપ્યું
મલયાદેવીનું મારા ઉપર આવું વાત્સલ્ય જોઈ, મને ઘણી ધીરજ આવી મેં દેવીને પૂછયું “હે દેવી! મારૂં કેછે, અને શા હેતુથી હરણ કર્યું છે? મારા સ્વામિને હવે મને મેળાપ થશે કે કેમ?” દેવીએ જણાવ્યું. “ધર્મ બહેન! તારા સ્વામી વિરધવળને, વિરપાળ નામને એક ના ભાઈ હતા. રાજ્યની ઈચ્છાથી રાજાને મારવા માટે તેણે વિવિધ ઉપાયે કર્યા, પણ તે નિરર્થક ગયા. એક દિવસે ઘાતકી થઈ, રાજાને મારવા માટે તેણે મહે. લમાં પ્રવેશ કર્યો અને રાજા ઉપર હથીયારનો ઘા કર્યો. રાજાએ ચાલાકીથી ઘા ચુકાવી એક સજજડ પ્રહારથી જ તેને નીચે પાડો. સખ્ત રીતે ઘાયલ વીરપાળ પિતાના પાપને પશ્ચાતાપ કરતે, શુભ ભાવે મરણ પામી, આ