________________
મલયસુંદરી ચારિત્ર
આવી ઉ છું. પૃથવી સ્થાનપુરના મહારાજા સુરપાળ અને મહારાણી પદ્માવતી તે મારા પિતાશ્રી અને માતુશ્રી છે. મારું નામ મહાબળ કુમાર છે. દેશ જેવા નિમિત્તે ગુપ્તપણે હું મારા પરિવારની સાથે આવ્યો છું. આ દેશમાં મારૂં આગમન ગુપ્તજ છે. મારા પિતાશ્રીની આજ્ઞાથી મારા પ્રધાન સાથે આવ્યો છું, તથાપિ અહીંના લોકોને અને વિશેષ પ્રકારે તમારા પિતાશ્રી વરધવળને કોઈ પણ રીતે મારૂં આવવું જાહેર થયું નથી.
આ આશ્ચર્યથી ભરપૂર નગરીને જોતાં, ફરતાં ફરતાં તમારા પ્રાસાદ-મહેલ નીચે આવ્ય, તેવામાં જન્માંતરના સ્નેહને પ્રગટ કરનાર અરસપરસ આપણે દષ્ટિમેળાપ થયે. ત્યાર પછી જે થયું તે આપણ બન્ને પ્રજ છે. મહાન સંકટમાં પ્રવેશ કરીને પણ અત્યારે હું તમને મળવા આછું.
હવે જાઉં છું. મારાં માણસને તૈયાર કરતાં જ મૂકીને હું આવ્યો છું. અમારું પ્રયાણ હમણાંજ મારા શહેર તરફ થશે.”
રાજકુમાર ! તમારે અહીંથી બીલકુલ જવું નહિ. હું તમને અહીંથી જવા નહિ દઉં. તમારા દર્શન વિના હું પ્રાણ ધારણ કરવાને અસમર્થ છું. જો તમે નિષ્ફર થઈ મારી અવજ્ઞા કરી ચાલ્યા જશે તે હું મારા પ્રાણુને તિલાંજલિ આપીશ, માટે મારા પર કરૂણા લાવીને અહીં જ રહો, મારા મનરશે પૂર્ણ કરે. જ્યાં સુધી હું તમને જઈશ