________________
મલવસુંદરી ચરિત્ર છે ખરેખર ઘર તેજ કહેવાય છે, કે જ્યાં પગમાં ઘુઘરાન, રણઝાટ શબ્દ કરતા, અને પવનના ઝપાટાથી જેના મસ્તક ઉપરની શિખા-ટેલી સ્કુરાયમાન થઈ રહી છે તેવા બે, ચાર અપત્યો-બાળકે ગૃહના આંગણામાં લીલા પૂર્વક કીડા કરતા હોય. તેઓનો જન્મ કૃતાર્થ છે કે ઉત્તમ સગુણસંપન્ન પુત્રદીપક જેમણે પ્રકટ કર્યો છે.” આ પ્રમાણે બેલતાં બોલતાં અ૫ય મેહથી મોહિત થયેલી રાણી ચંપકમાલાના નેત્રપુટમાંથી અશ્રુધારા વહન થવા લાગી. - “અહા ! શું મેહનું જોર ! શી અજ્ઞાન દશા ! અહંન્દુ ધર્મને સમજનારાં પણ તાત્વિજ્ઞાન સિવાયનાં મનુષ્ય મેહધકારમાં લથડીયાં પાયાજ કરે છે. ”
કાર્ય, કારણ ભાવને સમજનારી દૈવી ચંપકમાલા, થોડા વખતમાં જાગૃત થઈ, પિોતે ધીરજ રાખી, પુત્રમેહમાં વિશેષ માહિત થયેલા પતિને દિલાસો આપવા લાગી.
સ્વામીનાથ! પુત્રાદિ સંતતિ પુણ્યની પ્રબળતાથી જ મળી શકે છે. તે કેવળ મનોરથે કરી બેસી રહેતાં અને પુણ્યકાર્યમાં ઉઘમ ન કરતાં કાર્યસિદ્ધિ કેવી રીતે થશે? માટે આપણે અત્યારથી જ પુણ્યદ્ધિ કરવાને પ્રયત્ન કરે જેઈ એ. જે કાર્ય સમાÁ વડે કે ધનવક સિદ્ધ નથી થતું; તે કાર્ય માટે વિવેકી મનુષ્યએ કોચ નહિ કરે જઈ એ; પણ તે કાર્ય સિદ્ધિમાં આડે આવતાં વિદને શોધી કહાડી તેને દૂર કરવા પ્રયત્ન કરે જોઈએ.