________________
મહાકષ્ટમાં મહાબળે
૧૯૭ તે મક, ભયંકર રીતે અટ્ટહાસ્ય કરતું આકાશમાં ઉછળી તેજ ન્યગ્રોધથી શાખામાં પૂર્વની માફક લટકવા માંડયુ.
ગીએ જણાવ્યું. કુમાર ! મંત્ર સાધનામાં કોઈ સ્થળે મારી ભૂલ થઈ હોય તેમ જણાય છે તેથી મંત્ર સિદ્ધ ન થયે અને મૃતક પણ ઉડીને ચાલ્યું ગયું. હવે આવતી રાત્રે ફરીને મંત્ર સાધન કરવું પડશે. માટે મારા પર કૃપા કરીને આવતી કાલ સુધી તારે અહીં જ રહેવું. કુમાર ! તારી સાહાય વિના મારે મંત્ર સિદ્ધ થે અશક્ય છે. તે સારો પરોપકારી છે તે મારી આટલી પ્રાર્થને તારે માન્ય કરવી પડશે.
યેગીના અત્યંત આગ્રહથી અને કાંઇક પરોપકારની લાગણીથી બીજે દિવસે પણ મેં ઉત્તર સાધક થવાને હા કહી અને ત્યાં જ રહ્યો,
ગીએ કાંઈક મનમાં ભય લાવી મને જણાવ્યું. કુમાર ! તને મારી પાસે રહેલો જોઈ કઈ રાજપુરૂષ કે અન્ય પુરૂષ એ હેમ લાવશે કે, એગીએ આ રાજકુમારને કાંઈ પણ છળ પ્રપંચથી પિતાને સ્વાધીન કર્યો હશે, માટે યોગીને મારીને રાજકુમારને છોડાવું. નહિતર તે કુમારને લઈને અન્ય સ્થળે ચાલ્યા જશે. ઈત્યાદિ કારણથી કાંઈ અનર્થ થવા સંભવ રહે માટે કુમાર! જે તારી મરજી હોય તે સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી હું તારૂ કેઈ અન્ય જાતિનું રૂપ બનાવી તેને મારી પાસે રાખું ?