Book Title: Malaysundari Charitra
Author(s): Vijaykesharsuri
Publisher: Mukti Kamalkeshar Jain Granthmala

View full book text
Previous | Next

Page 458
________________ ૪૦ સીદવા મલયસુંદરીને ઉપદેશ અને જયશ્રીની ઈચ્છાવાળા સુભટે શું શત્રુઓ તરફના પ્રહારને નથી સહન કરતા? અર્થાત્ કરે જ છે તેવી જ રીતે કર્મશત્રુ સામે સંગ્રામ કરતા અને શુદ્ધ આત્મસ્વરૂપ રૂપ જય લક્ષ્મીની ઈચ્છાવાળા તમારા પિતાને પરિષહ કે ઉપસર્ગરૂપ શત્રુના પ્રહારો લાગ્યા છે, તથાપિ આત્મગુણ રૂપ જય લક્ષ્મીની પ્રાપ્તિ થયેલી હોવાથી તેવા અમૂલ્ય લાભની આગળ આ પરિષહે કે ઉપસર્ગો તેમને તે વખતે કાંઈ પણ ગણુત્રિમાં હોય જ નહીં. અથવા વિઘા સિદ્ધ કરનાર પુરૂષે વિદ્યા સિદ્ધ કરતા અત્યંત દુસહ દુઃખ કે ઉપસર્ગો સહન કરે છે. કેમ કે કષ્ટ સહન કર્યા સિવાય અદ્ભુત વિદ્યા સિદ્ધ મળી શકતી નથી, તેવી જ રીતે આત્મવિદ્યા સિદ્ધ કરતાં તમારા પિતાને દુસહ દુઃખ સહન કરવાં પડ્યાં છે. તથાપિ તેમને આત્મવિદ્યા પૂર્ણ સિદ્ધ થઈ છે, એટલે તે દુઃખ પણ તેમને દુઃખરૂપ લાગ્યાં નથી. હે રાજન ! પિતાના ચરણાવિંદને નમસ્કાર ન કરી શકો આ કારણથી તમને અધતિ થાય છે, પણ આ અધીરજ કરવા ગ્ય નથી. કેમકે તું સદાને માટે પિતૃબત છે. પિતાની આરાધના કરવામાં તું નિરંતર આસકત છે. માટે સાક્ષાત પિતાની આરાધના કરવાથી જે લાભ મેળવી શકો ચગ્ય હતું, તે લાભ તે તારા પરિ1ણામની વિશુદ્ધિવાળા ભાવથી મેળવી લીધું છે, અને હજી પણ મેળવીશ. માટે પિન સંબંધી શોકનો ત્યાગ કર,

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466