________________
મળતી ચિતામાં મહાબળ
૨૮૯ કરતાં તથા નેત્રવાથિી પ્રિયને જલાંજલિ દેતાં મલયસુંદરીએ પ્રતિજ્ઞા કરી કે હું જ્યારે મારા સ્વામીને નજરે દેખીશ, ત્યારે ભેજન કરીશ શમશાનમાં અમતેમ ફરી એક સ્થળે ચિતા રચવા મહાબળ કુમારે રાજપુરૂષોને આજ્ઞા કરી.
કુમારનું શૌર્ય, સૌદર્ય અને સાહસ જોઈ રંજીત થયેલા પ્રજાના અનેક આગેવાન મનુષ્ય, કાંઈક દુઃખી અને કાંઈક ક્રોધિત થઈ રાજા પાસે આવી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા. રાજન ! આ મહાન અન્યાય થાય છે. શખના બાનાથી પરોપકારી સિદ્ધ પુરૂષને આમ પશુની માફક મારે કઈ પણ રીતે યોગ્ય નથી. આમ કરવા કરતાં તેની સ્ત્રી પાછી ન આપતાં તેને જીવતે જ જવા દેવે એ વધારે છે.
રાજા–પ્રજાજને ! આ સિદ્ધપુરૂષના જીવતાં તે સ્ત્રી મારાં સન્મુખ તે જોતી નથી, પણ મારું નામ સુદ્ધાં લેતી નથી તેમ તે સ્ત્રી વિના મને બીલકુલ ચેન પડતું નથી, એટલું જ નહિ પણ તે સ્ત્રી વિના મારે આત્મા આ શરીરમાં ટકી શકશે કે કેમ, તેની પણ મને શંકા છે. “હા ! વિષયાંધતા. હા ! નિર્લજજતા. હા ! નિર્બળતા પ્રજાજનોએ દીર્ધ નિઃ સ મૂકો.
રાજ–હું આવી રીતે સંકટમાં પડ છું. માટે મારે કેઈપણ ઉપાય નથી. જીવાજી પ્રધાન બેલાયા.