________________
વિનિને ત્રીજો પડા-જનની દુર્જનતા ૨૩ આગળ કેવી અધમ અધમ ગતિ કે સ્થિતિ મેળવીશું અર્થાત આથી પણ વિશેષ અરબ ગતિ પામી શું, મ ટે ઓ સ્ત્રીને આપણે મારવી તે નહિ. આ તરફ રાજાને આદેશ પણ ભયંકર છે, તે પ્રમાણે ચાલવામાં કે કરવામાં ન આવે તે તે આપણું સર્વસ્વ લઈ લેશે કે નોકરીમાંથી કાઢી મૂકશે, ત્યારે હવે આપણે શું કરવું? આ સ્ત્રીને મારી નાંખવાનું તે જરા માત્ર પણ મન કબુલ કરતું નથી.
આ પ્રમાણે પરસ્પર વિચાર કરતાં છેવટે તેઓ એવા નિર્ણય પર આવ્યા કે આ સ્ત્રીને અહીં જીવતી મૂકીને આપણે ચાલ્યા જવું. આ નિર્જન વનમાં રખડી રખડી ધાપદના ગરૂપ થઈ પડશે અને સ્વાભાવિક રીતે પોતાની મેળે મરણ પામશે, તેથી તેની હત્યાના ભાગી આપણે થઈશું નહિ. આ પ્રમાણે નિર્ણય કરી મલયસુંદરીને વનમાં એકલી મૂકી રથ લઈને સુભટો પાછા ફર્યા અને રાજાને આવી જણાવ્યું કે સ્ત્રીને નિર્જન જંગલમાં લઈ જઈ અમે મારી નાંખી છે.
રાજા ઘણે ખુશી થયે. મરકી માટે આજપર્યત જે કઠીણ ઉપાયે લેવામાં આવતા તે બંધ કર્યા. રાજાને આ નિર્ણય મનમાં ચેસ કર્યો હશે કે મરકી આ રાક્ષસી પેદા કરતી હતી, તે તે મરણ પામી, માટે સ્વાભાવિક રીતે તે શાંત થઈ જશે.
કનકાવતીને ખુશ કરવા માટે રાજાએ તેની ઘણી તપાસ કરાવી પણ બિલકુલ તેને પત્તો ન લાગે.