________________
મલયસંદરી ચરિત્ર છતાં નિર્લોભી ગુણવર્માએ તેને બીલકુલ સ્વીકાર ન કર્યો પણ ઉલટે વિજયચંદ્રને વિશેષ સત્કાર કરી, રસનું તુંબડું - પાછું આપ્યું કૃતજ્ઞ વિજયચંદ્ર તે રસનું તુંબડું ઘણુ આગ્રહપૂર્વક ગુણવર્માને પાછું આપ્યું. તેના વિશેષ આગ્રહથી ગુણવર્માએ તે ગ્રહણ કર્યું. બન્નેની મૈત્રીમાં ઘણો વધારો થયે. આવા પરોપકારી નરરત્નનો વિયેગ સહન કરે શક્ય હતે રાજ્યાદિ કાર્ય પ્રસંગથી વિજયચંદ્ર પાછે સ્વદેશ ગયે.
મહારાજા વિરધવળ કહે છે. “દેવી ચંપકમાલા ! આ વૃત્તાંત આજે સંધ્યાવેળાએ, મારી પાસે આવી ગુણવર્માએ સંભળાવે છે મારા રાજયમાં તેના પિતા, તથા કાકાએ કરેલા ન્યાસાપહાર-થાપણ ઓળવવાના મહાન અપરાધની તેણે વારંવાર માફી માગી.
ગુણવર્માની પિતૃભક્તિ, પોપકારતા, નિર્લોભતા, ઉદારતા અને ગંભીરતાદિ ગુણોથી મને ઘણે સંતોષ થયા. તેથી તેના પિતા તથા કાકાએ કરેલા અપરાધની મેં તેને ક્ષમા આપી એટલે ગુણવર્મા મને નમસ્કાર કરી પિતાને ઘેર ગયા.
પ્રકરણ ૮ મું
મજાની અધીરજ–રાણીને દિલાસો
હે પ્રિયે! આ ગુણવર્મા અને વિજયચંદ્રને ઈતિહાસ મેં જ્યારથી સાંભળે છે, ત્યારથી મારા મનમાં અનેક વિતર્કો