________________
લયસંદરી અને મલકુમારને જ
છે નિત્ય કરતાં આજે સમા ઘણી વહેલી વિર્સજન કરી, મહારાજા વિરાવળ ચંપકમાલા મહેલમાં આવી વચ્ચે હતે. ભુવલય પર ચંદ્રની ચાંદની પ્રસરી રહી હતી. નજીના બગીચામાંથી સુગંધી પુપને બહાર આવી રહ્યો હતો. સરવળના શીતળ જળને સ્પર્શીને વ યુની મંદમંદ લહરીઓ આવતી હતી. અને આખા મહેલમાં શાંતિ પ્રસરી રહી હતી. વિરહી દંપતિ આજે કોઈ અપૂર્વ સુખ સાગરમાં ડુબ્યાં હોય તેમ આનંદ કરી રહ્યા હતાં છેવટે વિશેષ પરિશ્રમથી થાકી ગયેલાં દંપતી નિદ્રાધીન થઈ ગયાં. | મધ્યરાત્રિના અવસરે શાંત પણે સુતેલી ચંપકમાલા રાણના ઉદરમાં કઈ ઉત્તમ છવેનું યુગ્મ સેડલું આવી ઉત્તપન્ન થયું. પુણ્યની પ્રબળતા અને મલયાદેવીની સહાથતાથી ચંપકમાલાએ આ રાત્રિએ જ ગર્ભ ધારણ કર્યો.
જેમ જેમ ગર્ભના ચિન્હ પ્રકટ જણાવા લાગ્યા તેમ તેમ રાજા હર્ષથી અને રાણી ગર્ભથી વૃદ્ધિ પામવા લાગ્યાં. ઉત્તમ ગર્ભના પ્રભાવથી દેહદે–દેળાએ પણ ઉત્તમ જ પ્રકટ થયા. રાજાએ તે સર્વે તરત જ પૂર્ણ કર્યા અને વિશેષ પ્રકારે રાણીના શરીરની રક્ષા કરવા લાગ્યા.
અનુક્રમે પૂર્ણ માસે, શુભ લગ્ન રાણી ચંપકમાલાએ મહાન તેજસ્વી પુત્ર-પુત્રીરૂપ યુગલને જન્મ આપે. વેગવતી દાસીએ તરતજ રાજાને વધામણી આપી. રાજાના હર્ષને પાર ન રહ્યો. મુગટ સિવાયનાં સર્વ અલંકાર દાસીને આપી તેનું દાસપણું દૂર કર્યું,