________________
૬૮
મલયસુંદરી ચારત્ર
રાણીને કાષ્ટમાં નાખ્યાં હાવાં જોઇએ, અને તે કાષ્ટ મજબૂત ધનાથી બાંધીને, પહાડથી વહન થતી. આ ગાળા નદીના પ્રવાહમાં વહેતુ મૂકયું હશે તે કાષ્ટ મજબૂત પ્રવાહમાં જલદી વહન થતુ આપણા પુછ્યાયથી અહી આવી પહેાંચ્યું છે. ગમે તે કારણ હા, પણ મહારાજા ! · જે થાય તે સારા માટે ' આ સિદ્ધાંત પુણ્યવાન્ જીવાના સબંધમા ખરેખર સત્ય જણાય છે. વિદ્યાધરીને ગમે તેવા આશય હાય તથાર્પેિ આપણા સંબંધમાં તે તે સુખરૂપજ નિવડયેા છે.
આજે પહેલા પહેારના અંતે મહારાણીના સમાગમ થયા તેથી દેવીનું વાકય સત્ય થયું કે, ‘સાત પહેારને અંતે રાજાના સમાગમ થશે. ’
રાજાએ જણાવ્યું, “ પ્રધાન ! શું દેવીનુ વાકય અન્યથા હાઈ શકે ? નહિજ. પણ પેલા માયાવી ભૂતની આપણને કાંઈ ખબર જ ન પડી કે, જેણે થાડા વખતમાં રાજ્ય અને વંશના ક્ષય કરવાના પ્રારંભ કર્યો હતા. મલયાદેવીએ આપણા પર મહાન ઉપકાર કર્યો છે, કુળને કુશળ થયું પુત્ર પુત્રીનું વરદાન આપ્યુ અને ઉપદ્રવ કરતા ભૂતને નિવારણ કર્યા આ સર્વનું મૂળ કારણ રાણીનું અપહરણ થયુ. તે છે તીવ્ર દુ:ખનું કારણ રાણીનું અપહરણને તાત્કાલિક ઉગ્ર ઔષધથી વ્યાધિ જવાની માફક પુણ્યદયથી આપણને સુખરૂપ થયું, માટે પ્રધાન ! તમારૂં કહેવુ' સત્ય છે કે જે થાય તે સારા થાટે’