________________
રવજન મેળ ૫ સંકટમાં આવી પડી હતી. અહા ! રાજકુળમાં જન્મ પામી છતાં રિની માફક તું દુઃખમાં રોળાઈ. પુત્રી ! કુસુમથી પણ કામણ છતાં આવાં તીવ્ર દુઃખ તે કેવી રીતે સહન કર્યા? ઇત્યાદિ વિવિધ પ્રકારે શેક કરતાં રાજાએ પુત્રીને વારંવાર હાથથી સ્પર્શ કરતાં, નેત્ર માર્ગે આસું બહાર કાઢી પિતાને શેક ખાલી કર્યો.
સુરપાળ રાજાને તેથી પણ વિશેષ દુઃખ લાગી આવ્યું. ઘણા ખેદ કરવા પૂર્વક તેણે જણાવ્યું. પુત્રી ! આવા મહાન દુખાણુંવમાં તને નાંખનાર અવિચારી અને પાપી આ સુરપાળ જ છે. કુળવધુ ! મારો સર્વ અપરાધ તારે ક્ષમા કરવા .ગ્ય છે. તું ક્ષમા કરજે. પ્રસન્ન થા. કેપનો ત્યાગ કર, તું તત્વજ્ઞ છે, એટલે વિશેષ પ્રકારે કહેવાની જરૂર નથી.
મલયસુંદરીએ નમ્રતાથી ઉત્તર આપ્યો. સસરાજી! આપ ! આટલે બધે ખેદ શા માટે કરે છે ? ભાવી કેઈ અસત્ય કરી શકતું નથી. પર્વકૃત કર્મો અવશ્ય ભેગવવાં જ પડે છે. બીજા મનુષ્ય નિમિત્ત માત્ર છે. સુખ દુઃખ આપનાર તે શુભાશુભ કર્મો જ છે. મારાં પુર્વકર્મ જ તેવાં હશે તેમાં આપનો શું દેષ છે?
મહાબળ તરફ દષ્ટિ કરી સુરપાળ ૨જા બે . વત્સ ! તારી કૃપા અપૂર્વ છે. અપરાધી કંદર્પ રાજાપર તે ઘણે અનુગ્રહ કર્યો છે, છતાં તે નિર્ભાગ્ય તારા અનુગ્રહને લાભ ન લઈ શકે. તારૂં સાહસ, તારી બુદ્ધિ,