________________
૨૦૨
મલયસ્તરી ચરિત્ર આકાશથી નીચે ઉતરી અને તે સાધક ચગીને કેશથી પકડી ઉચે ઉછાળી અગ્નિના બળતા કુંડમાં ફેંકી દીધે
દૃઢ અંગવાળે છતાં પણ દેવીની કૂર અને ભયંકર આકૃતિ જોઈ હું ક્ષોભ પામ્યા. દેવીએ નાગપાશથી મારા હાથે બાંધી લીધા અને “આવી સુંદર આકૃતિવાળા કુમ રને કેણ મારી નાખે ?” આ પ્રમાણે બોલતી દેવી, મારે પગ પકડી આકાશ માર્ગે લઈ ચાલી. અહીં આવી વડની શાખાના વચમા બેઉ પગ બાંધી દેવી આકાશમાં ચાલી ગઈ અને હું લટકતો જ રહ્યો. પેલું ચરનું મૃતક પણ ત્યાંથી ઉછળી પાછું અહીં જ આવીને રહ્યું.
લોકો પોતાની ડેક પાછી વાળી મૃતક સામું જોઈ બોલવા લાગ્યા. અરે ! આખું મૃતક છતાં દેવીએ “અશુદ્ધ છે એમ કેમ કહ્યું હશે ? રાજાએ છેડે વખત વિચાર કરી, મસ્તક ધરાવતાં જણાવ્યું. અરે ! પેલી સ્ત્રીનું તુટી ગયેલું નાક આના મુખમાં હોવું જોઈએ અને તેથી જ તે મૃતક અશુદ્ધ છે, એ દેવીનું કહેવું સત્ય જ છે. | સર્વ કે મસ્તક ધુણાવતાં. બાલ્યા. રાજન ! આપનું કહેવું બરાબર છે. રાજાએ તે મૃતકના મુખમાં તપાસ કરાવી તે નાસિકાને અગ્ર ભાગ જોવામાં આવ્યું.
મહ બળે ખેદપૂર્વક જણાવ્યું અરે ! તેની ખબર રહી નહિ, અને તે નાક કપાયા સંબંધી વાત પણ મેં પિગીને કરી નહિ, આ માટે જ યોગીને નાશ થયે અને કાર્ય સિદ્ધ ન થયું.