________________
મલયસુંદરી અજગરના મુખમાં
૧૦૭.
મલયસુદરી–હાલા ! અજગરના મુખમાં કેવી રીતે પડી તે હું જાણતી નથી. તે સિવાયને સર્વ વૃત્તાંત હું આપને કહું છું આમ વજસમાન હૃદય કરીને સાંભળજે.
મલયસુંદરી પિતાને વૃત્તાંત શરૂ કરે છે, તેવામાં કે માણસના પગલાને અવાજ મહાબળને કાને આવ્યું. મહાબળ તરત સાવધાન થયું અને વિચાર કરવા લાગે કે રાત્રિની અંદર આવા પ્રદેશમાં ફરનાર કોણ હશે ? આવી અંધારી રાત્રિમાં ફરનાર ચેર, જાર જુગારી કે ઘાતકી હોવાં જોઈએ. જે તે જ પુરૂષ હોય તે સ્ત્રી પાસે છતાં તેને શિક્ષા આપવાનું કામ મને અશક્ય થઈ પડશે.
અથવા કોઈ રાજકુમારીને સંબંધી હશે તે, કુમારીને મારી પાસે જઈ તે ઉપદ્રવ કરશે. એમ ધારી કેશપાશમાંથી ગુટીકા કાઢી, તેજ આંબાના રસમાં ઘસી, કુમારીના ભાગે કપાળમાં તિલક કર્યું તે ગુટકાના પ્રભાવથી મલય સુંદરી પુરૂષરૂપે થઈ ગઈ. પુરૂષરૂપ થયેલું જોઈ કુમારે જણાવ્યું. રાજકુમારી જ્યાં સુધી મારા થુંકથી આ તિલક બગાડવામાં નહિ આવે ત્યાં સુધી આ તારૂ પુરૂષનું રૂપ કાયમ રહેશે. હજી રાત્રિ વધારે છે. ઉન્માર્ગે કઈ ચાલ્યું આવે છે.
તે કેણ છે તેને જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી અને હવે પછીના તેવા પ્રશમાં પણ તારું આવું રૂપ કરવાની જરૂર છે.
PPI8.