________________
૩૯૪ -
મયસુંદરી ચરિત્ર
અજ્ઞાનીમાં તફાવત શો ? જ્ઞાનીને જ્ઞાનની પરિક્ષા આવે અવસરે જ થાય છે. મારે મારા મન કે આત્મા ઉપર કાબુ રાખવું જોઈએ. ઉદય આવેલ કર્મો સમભાવે વેદી. આત્મ પયગમા જાગૃત રહી, તેને નિર્જરી નાખવા જોઈએ અને નવીન કર્મ બંધ થતો અટકાવવો જોઈએ. એમ નિશ્ચય કરી માનસિક વૃત્તિઓને નિર્મળ કરી તે મુનિ તે જ ઠેકાણે કાત્સર્ગ મુદ્રામાં ધ્યાનસ્થપણે ઉભા રહ્યા. | મુનિને સન્મુખ ઉભે રહેલો દેખી “અરે આ વેશ. ધારી મારા સન્મુખ અહંકાર કરીને ઉભે રહ્યો છે. મેં વાહન ઉભા રાખ્યા એટલે તે ઊભો રહ્યો.” વિગેરે નિહુર શબ્દો સુંદરી ક્રોધથી બાલવા લાગી તેના ક્રોધમાં આથી વિશેષ વધારે છે.
ખરી વાત છે ઘી પણ સન્નિપાતના રોગવાળાને તેના રોગમાં વધારે કરનારું થાય છે, તેમ મુનિને શુભ આશય અથવા ક્રિયા પણ સુંદરીને વિશેષ ક્રોધનું કારણ થયું.
સુંદરીએ સુંદર નામના પિતાના ચાકરને જણાવ્યું કે સુંદર ! આ નજીકમાં બળતાં ઈંટના નિભાડામાંથી અગ્નિ લઈ આવ કે તેનાથી આ પાખંડીને ડામ દઈએ, એથી આપણું અપશુકન દૂર થશે અને તેને ગર્વ પણ ઉતરી જશે.
સુંદર-સ્વામિની ! મારા પગમાં ઉપાનહ-જેડા નથી, રસ્તામાં કાંટા ઘણા છે, તો ફોગટ કાંટામાં કેણ જાય?