Book Title: Malaysundari Charitra
Author(s): Vijaykesharsuri
Publisher: Mukti Kamalkeshar Jain Granthmala

View full book text
Previous | Next

Page 439
________________ ૪૧૮ મલવસ દરી ચરિત્ર પ્રકરણ ૬૪ મું. મહાબળ અને મલયસુંદરી સંયમ માર્ગમાં દેશના સાંભળી મહાબળ પરિવાર સહિત શહેરમાં આવ્યું અને શતબળ, સહસ્ત્રબળ તથા મલયસુંદરી પ્રમુખ કુટુંબ વર્ગને બેલાવી પિતાની સંયમમાર્ગ અંગિકાર કરવાની આતુરતા જણાવી. મલયસુંદરી તે પૂર્વજન્મનાં કટુક વિપાકે સાંભળ્યાં તથા અનુભવ્યાં ત્યારથી જ વિરક્ત થયેલી હતી, કેવળ મહાબળની ઈચ્છાને આધીન થઈને જ આટલા વખત પ્રહસ્થાવાસમાં રહી હતી. મહાબળના આ વચનો સાંભળી તેના ઉત્સાહમાં વધારે થયો. નેહ બંધનોને તેડી નાંખી મહાબળની સાથે ચારિત્ર લેવા માટે તૈયાર થઈ રહી. કુમાર શતબળ તથા સહસ્ત્રબળે પિતૃભક્તિને લઈ રાજ્યમાં રહેવા આગ્રહ કર્યો, પણ મહાબળની આત્મ ઉન્નતિ માટેની તીવ્ર લાગણી દેખી કુમારોને તેની ઇચ્છાને આધીન થવું પડ્યું. સાગરતિલકનું રાજ્ય પ્રથમથી જ તેણે શતબળને આપ્યું હતું એટલે પૃથ્વી સ્થાનપુરના રાજ્ય ઉપર રાજા તરીકે સહસ્ત્રબળને આ નિષેક કર્યો. રાજા શતબળ તથા રાજા સહસ્ત્રબળે અષ્ટન્ડિકા મહત્સવ પૂર્વક મહાબળ અને મલયસુંદરીને મહાન દિક્ષા મહોત્સવ કર્યો.

Loading...

Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466