________________
-પરમાને થી મળે ? કર્મને સર્વથા ક્ષય કરી શુદ્ધ સત્તારૂપ સ્વસ્વરૂપ પ્રગટ કરે તે જ્ઞાનમાર્ગ નિવૃત્તિનો પરમ શાંતિનો સરલ માગ છે, પરંતુ તે બહુ વિકટ છે. તે સર્વ મનુષ્યને યોગ્ય નથી. પણ કોઈ વીર પુરૂષને જ એગ્ય છે અનેક પ્રકારના અધિકારીઓ સહેલાઈથી જે માર્ગે જઈ શકે છે તે ક્રિયા માગે છે.
* - ક્રિયામાર્ગ–ક્રિયામાર્ગવાળાને પણ અંતે જ્ઞાનમાર્ગ ઉપર તો આવવું જ પડે છે, છતાં જે માણસમાં દેડવાની શક્તિ ન હોય તેમણે ધીમે ધીમે નહિ તે પણ ઉતાવળું તે ચાલવું જ જોઈએ. એ રીતે આ ક્રિયા માગે છે. - આમાં પૂર્વોક્ત જ્ઞાનમાર્ગ પણ રહેલો છે, છતાં ક્રિયાની મુખ્યતા હોવાથી ધીમે ધીમે તે માગ ઘણે વખતે ઈચ્છીત - સ્થળે જઈ મળે છે.
, " આ માર્ગમાં જે ક્રિયા કરવી પડે છે તે સર્વ ક્રિયા વિશુદ્ધ હોય છે કે અધિકારી પરત્વે શુભ હોય છે. આમાં પુણ્યબંધ પણ થાય છે, છતાં લક્ષબિંદુ તો સિદ્ધસ્વરૂપ કે શુદ્ધ સ્વસત્તા જ હોય છે. તે સર્વ ક્રિયા આ સ્વરૂપ પ્રાપ્તિ નિમિત્તે જ કરવી જોઈએ શહેર ઘણું છેટું હોય અને મુસાફર ધીમે ચાલનાર હોય તેથી પિતાના લક્ષબિંદુવાળા શહેરમાં એક જ દિવસે તે ન પહેાંચી શકે તે રસ્તામાં ધર્મશાળા પ્રમુખ સ્થળે રાત્રિ નિવાસ કરી તેને વિશ્રામ લેવાની જરૂર પડે છે. આ વિશ્રામથી તે પિતાના લક્ષબિંદુને ભૂલ્યા હોય તેમ નજ કહી શકાય.