________________
૧૪ઇ
,
૩પ૬
મલવસુંદરી ચરિત્ર અશુભ કે શુભ પુદ્ગલેને ગ્રહણ કરે છે. અને પછી કર્મ પણ બાંધે છે, ગઠવે છે. જ્ઞાનાવરણીય, દર્શન વરણીય વેદનીય, મેહનીય. આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય આ આઠ કર્મ પણે તે પુદગલે વહેંચાઈ જાય છે.
કઆત્માના સત્તા સામર્થ્યને નાશ નથી કરી શકતાં પણ તેને દબાવી નાખે છે, પણ તે એટલા બધા જોરથી આત્મગુણોને દબાવે છે કે બીજા અજાણને એમજ ભાન થાય કે, આપણે આત્મામાં કાંઈ ગુણ નથી અથવા તે આત્મગુણને નાશ થયે છે.
૧. જ્ઞાનાવરણીય કર્મમાં આત્માના વિશુદ્ધ જ્ઞાન ગુણને દબાવવાનું સામર્થ્ય છે. આ કર્મના પ્રબળ ઉદયથી જાણવાનું, પૂર્વાપર વિચાર કરવાનું, સત્યાસત્ય નિર્ણય કરવાનું અને ટુંકામાં ટુંકુ કહીએ હસ્તામલકની હાથમાં રહેલા આમળાંની માફક પૂર્ણ સ્વરૂપને-સર્વ વસ્તુને જાણવાનું સામર્થ્ય દબાઈ જાય છે. આ કર્મ કાંઈ સર્વથા આત્મગુણને દાબી શકાતું નથી. જે તેમ બને તે આત્ય જડ સ્વરૂપ યા જડવત્ થઈ જાય, પણ જેટલા પ્રમાણમાં તેનું વધતું ઓછું દબાણ હેય, તેટલા પ્રમાણમાં જ્ઞાનના ગુણની વૃદ્ધિ-હાનિ થાય છે.
૨. દર્શનાવરણીય કર્મ, આત્માના દર્શન ગુણને દબાવે છે. આ કર્મના ઉદયથી આંખે આંધળા થવું, કાને બહેરા થવું, નાશીકાથી બીલકુલ ગંધ માલુમ ન પડે, જીહવાથી સ્વાદ માલમ ન પડે અને ત્વચાથી ઠંડા,