________________
મલયસુ દરી ચરિત્ર
પરસ્પર પ્રીતિ ધારણ કરતાં આ દંપતી મનુષ્યજન્મના સારભૂત સમ્યક શ્રદ્ધાપૂર્વક શ્રાવકધમ પાળવા લાગ્યા.
૪૦૦
આપસમાં સ્નેહ રાખ઼તી રૂદ્રા અને ભદ્રા કાઈ જુદા ઘરમાં રહી યથાશક્તિ પુણ્ય દાન કરવા લાગી. તે અનેને પરસ્પર પ્રેમ હતા, છતાં કાઈ કારણસર તેઓને એક દિવસ આપસમાં મહાન કલેશ થયેા, ઘેાડીવારે શાંત થયા પછી અનેને પશ્ચાતાપ થયા. તે પાછી એકઠી મળી વિચાર કરવા લાગી કે ધિક્કાર થાએ આપણને ! આપણે. જન્મ અને જીવિતવ્યનિષ્ઠ ગયું. આપણા ઘરમાં ફ્લેશ શાંત થતા જ નથી. પતિ તરફથી તેા ખલકુલ શાંતિ નથી, કેમકે તેને તેા સુંદરીએ સ્વાધીન કરી લીધા. છે. તે અને તે આપણા સામું પણ જોતાં નથી. આપસમાં આપણને સ્નેહ હતા તેમાં પણ આમ ફ્લેશ થઈ આવે છે. આમ કલેશીત જીવન ગુજારવું તેના કરતાં આપણને મરવુ' શ્રેષ્ઠ છે. આપણે યથાશક્તિ દાન, પુણ્ય કરી લીધું છે. તેા હવે આ દેહના ત્યાગ કરવા તે શ્રેષ્ઠ છે. એમ વિચાર કરી એક ચિત્તવાળી તે બન્ને સ્ત્રીએ કાઈ ને કહ્યા સિવાય એક કુવામાં પડી આપઘાત કરી મરણ પામી..
મરણ પામ્યા પછી રૂદ્રા નામની સ્ત્રી જયપુરના રાજા ચંદ્રપાળને ઘેર પુત્રીપણે ઉત્પન્ન થઈ. તેનુ કનકવતી નામ આપવામાં આણ્યુ જેનું લગ્ન આ નજીકમાં બેઠેલા ચંદ્રાવતીના રાજા વીરધવળ સાથે થયુ છે.