________________
૩૬
મલયસુંદરી ચરિત્ર આવી દુખની અવસ્થામાં પણ પુત્ર ઉપરના સ્નેહ તેને આશ્વાસન આપ્યું. એકના બે થયા. વખત જવાનું - કાંઈક સાધન મળી આવ્યું. પુત્રને ખોળામાં સ્થાપન કરી
માતા નેહથી એકી નજરે સામું જોઈ રહી. જાણે સૂર્યનું 'બીજું બિબજ ન હોય તેવા તેજસ્વી કુમારને જોઈ માતાના નેત્રમાંથી હર્ષના અબુ વહેવા લાગ્યાં, પુત્ર સમુખ દેખી, તે બેલવા લાગી. પુત્ર ! સેંકડો ગમે મનરની સાથે તારે જન્મ થયો છે. પણ આ નિર્ભાગી માતા આવા ભયંકર અરણ્યમાં તારો જન્મોત્સવ કેવી રીતે કરી શકે? જે આજે આપણે રાજ્યમાં હેત અથવા તારા પિતા પાસે હત તે આજ દિવસ આખા રાજ્ય સુવર્ણના સૂર્યોદય સરખે મનાત. ઘેર ઘેર મંગળ ગવાતા અને બેટ દમદમા સાથે વધામણાં થાત. મારા સર્વ મને મનમાં જ રહ્યા. કર્મ જેમ નચાવે તેમ કર્માધીન જીવે એ નાચવું જ, આ પ્રમાણે બોલતાં બોલતાં હદય પાછું ભરાઈ આવ્યું નેત્રમાંથી વિશેષ પ્રકારે અથુપાત થયે. - પિોતાની મેળે જ પોતાનું સૂતિકર્મ તેણે કર્યું. અનેક પ્રકારની ગર્ભથી થયેલી પીડા અને અરયવાસી જીવોના ભયથી કંપતા શરીરે રાત્રિ નિર્ગમન કરી
દુઃખી અવસ્થામાં શરીરની સુકમાળ સ્થિતિ પણ કઠોર થઈ આવે છે. તેમજ પિતે ક્ષત્રીય બીજ હોવાથી સાહસ ધરી ત્યાંથી આગળ ચાલી નજીકમાં એક નદી વહન થતી હતી, ત્યાં જઈ સર્વ અશુચિ દૂર કરી નજીકમાં રહેલાં વૃક્ષેમાથી કેટલાં એક ફળે લાવી ક્ષુધા શાંત કરી.