________________
૧ી
રાણી કનકાવતી તેમજ કાલને દિવસ પણ વેશ્યાને ઘેર જ પૂરો કરે. કાલે સાંજે પાછું અહીં આવવું. હું પણ ધારેલ કાર્યો યથા એગ્ય કરી. આ ભટ્ટારિકાને મંદિરમાં જ કાલે સાંજે તને મળીશ. જેથી આપણે મેળાપ હવે કાલે સાંજે અહીં થશે.
વિનીત રાજકુમારીએ મહાબળનાં કહેલ દરેક વાક્ય ધ્યાનપૂર્વક સાંભળ્યાં અને આવી નિરાધાર સ્થિતિમાં જરા માત્ર જુદા પડવાની મરજી નહિં છતાં, કુમારની આજ્ઞા મસ્તક પર ચઢાવી. તેમ કરવાને ખુશીથી હા કહે.
ડીવાર ભેગા રહી, તિપિતાના કાર્યની સિદ્ધિ માટે બન્ને જણ ત્યાંથી જુદા પડયાં રસ્તે ચાલતાં મહાબળ વિચારવા લાગ્યું કે, આજે અહીં અનેક રાજકુમાર આવશે. તેઓની પાસે મોટો પરિવાર હશે, ત્યારે હું તે એક વટેમાર્ગની માફક એકલે જ છું. રાજદ્વારમાં મને એકલાને પ્રવેશ પણ કેવી રીતે મળશે ! જ્યાં પ્રવેશની આશા નથી તે રાજકુમારીનું પાણિગ્રહણ કરવાનું અને તે પણ રાજાની આપેલી તથા અનેક રાજકુમારનું હરીફાઈ વચ્ચે, તે બનવું અસંભવિત જણાય છે. માટે કઈ પ્રપંચ તે કરવું જ પડશે. શરીરમાથી અસાધ્ય કાર્યો બુદ્ધિથી સુસાધ્ય થઈ શકે છે ઈત્યાદિ વિચાર કરતે મહાબળ આગળ ચાલ્યા જાય છે, તેવામાં વડના ઝાડની નીચે બાંધે એક હાથી તેના જેવામાં આવ્યે. તેની પાસે કેટલાએક રાજપુરૂષે, તે હાથીની વિષ્ટા પાણીમાં ગાળતા બેઠેલા હતા.