________________
૨૪૮
મલયસુંદરી ચરિત્ર એક દિવસ તે લેકેએ ફરી પાછું આખા શરીરમાંથી રૂધિર કાઢી લીધું મલય સુધરી આ દુઃખથી મૂછ પામી અચેતનની માફક ભૂમિ પર પડી ગઈ. તેનું આખું શરીર રૂધિરથી ખરડાયેલું હતું કે અત્યારે તે ગાઢ મૂછમાં હતી કારૂલકો પિતાના ઘરની અંદર કાર્ય પ્રસંગમાં રોકાયા હતા. તે અવસરે આકાશ માર્ગથી અકસ્માત એક ભારંડપક્ષી ત્યાં કોઈ ન હોવાથી મૂર્શિત સ્થિતિમાં પડેલી મલયસુંદરીને ઉપાડીને તે ચાલતું થયું.
પ્રકરણ ૩૯ મું બેની લડાઈમાં મલયસુંદરી સમુદ્રમાં
ભારંડપક્ષી ઘણું મોટું જનાવર-પક્ષી હોય છે. હાથીને પણ ઉપાડીને આકાશમાં ઉંડી શકે તેટલું તેનામાં સામર્થ્ય હોય છે. આમિષ-માંસનો કકડો જાણી તે મલય સુંદરીને ઉપાડી ગયું. તે સમુદ્ર ઉપર થઈ આગળ જતું હતું રસ્તામાં એક બીજું ભારંડપક્ષી તેને સન્મુખ મળ્યું. પેલા ભારેડની ચાંચમાં રહેલું આમિષ લેવા માટે બીજું ભારંડ તેની સાથે યુદ્ધ કરવા લાગ્યું. આ બંનેની લડાઈના પ્રસંગમાં પેલા ભારંડના મુખમાંથી મલયસુંદરી નીચે પડી. પડતાં પડતાં તે પંચપરમેષ્ટિ મંત્રનું સ્મરણ કરવા લાગી- સમરણ કરતાં તે સમુદ્રમાં આવી પડી. આયુષ્યકર્મ પ્રબળ હોવાથી એ અવસરે એક મેટે મચ્છ પાણી