________________
મલયસુંદરી અજગરના મુખમાં ૧૧૦ અનેક અસત્ય વચને વડે રાજાને એટલે બધા પ્રકાપિત કર્યો કે, રેષાંધ રાજાએ તત્કાળ અને વિસર્જન કરી, કુમારીની માતા ચંપકમાલાને એકાંતે બેલાવી, કનકવતીની કહેલી સર્વ વાત નિવેદિત કરી.
ચંપકમાલાએ આ વાત માનવાને આનાકાની કરી, પણ છેવટે તેણીએ જણાવ્યું કે, રાજન ! મલયસુંદરી તે હાર ન આપે તે તે વાત સત્ય છે એમ માનવામાં કાંઈ હરકત નથી. રાણીને અભિપ્રાય મેળવી રાજાએ મલયણું દરીને પિતાની પાસે બોલાવી અને તેની પાસે હાર માગ્યા, પ્રથમ તે કુમારી સંભ્રાંત થઈ, પછી ભય પામી અને છેવટે થોડીવાર વિચાર કરી તેણે ઉત્તર આપે કે પિતાજી! તે હાર મારા પાસેથી ચોરાઈ ગયા હોય તેમ જણાય છે. તપાસ કરતાં મને મળતું નથી ” - આ ઉત્તર મળતાંજ ક્રોધથી રાજાના નેત્રો હાલ થઈ આવ્યાં, હઠ ફરકવા લાગ્યા, શરીર કંપવા લાગ્યું. જોરથી બોલી ઉઠયા. “અરે પાપિણમારી પાસેથી દૂર જા. તારૂં મુખ ન બતાવ, તારાં કર્તવ્યની મને ખબર પડી છે. ”
આ તરફ ચંપકમાલા પણ તિરસ્કાર કરી ફટકાર દેવા લાગી. મા સહિત પિતાને ક્રોધાતુર થયાં જાણી મલયસુંદરી તત્કાળ ત્યાંથી પાછી ફરી પિતાના મહેલમાં આવી
મુખ પર શેકની છાયા છવાઈ રહી અરે ! આ શું ? નેહી માતાપિતાના સંબંધમાં કોઈ પણ અપ્રિય કર્યું હોય તેમ બીલકુલ મારા ધારવામાં નથી મારા પર