________________
૪૧૫
ધર્મદેશના સ્ત્રી સમાજને સાથે લઈ ગુરૂજીને વંદન કરવા ગયા. ભક્તિભાવથી વંદન કરી પિતાને ઉચિત રથાને ગુરૂમહારાજની સન્મુખ રાજા પ્રમુખ બેઠા. - જ્ઞાનદિવાકર ગુરૂજીએ તેઓની ગ્યતાનુસાર સમયને અનુકૂળ ધર્મદેશના આપવી શરૂ કરી.
પ્રકરણ ૬૩ મું.
ધર્મદેશના.
મહાનુભાવે ! આ દુનિયામાં રહેલાં છો આ ભવ-ચક્રમાં અનાદિકાળથી પરિભ્રમણ કરતાં અનેક પ્રકારનાં અસહ્ય દુખેને અનુભવ કરે છે. અનેક ચેનિઓમાં–જાતિ અથવા ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થાય છે અને વિલંબ થાય છે. એમ અરહદ ચક્રની માફક આ જન્મ મરણને અંત આવતો નથી, અંત નહિ આવવાનું કારણ જીવો પિતે પિતાને ઓળખી કે જાણી શકતા નથી અને તેથી
આ દુનિયાનાં ક્ષણીક તુચ્છ વિનશ્વર અને વિરસ પરિણામવાળાં સુખ મેળવવા માટે અનેક પ્રકારનાં પાપ કર્યા કરે છે, પણ તેમને સુખ મળતું નથી જે મળે છે તે થોડા વખત રડી વિલય થઈ જાય છે, ચાલ્યું જાય છે નાશ પામે છે અને છેવટે નિરાશા જ મળે છે.