________________
૨૪૦
મલયસુદી ચરિત્ર જંગલમાં એકાકી કેમ ? તારી આકૃતિ ઉપરથી જણાઈ આવે છે કે તારો જન્મ કોઈ ઉત્તમ કુળમાં થયો છે જોઈએ. કેઈએ અપહરણ કરવાથી, રોષથી કે ઈષ્ટ મનુષ્યને વિગથી આ અરણ્યમાં તારું આવવું થયું હોય એમ મારું માનવું છે અને પુત્ર પ્રસવ પણ અહીં જ થયો હાય તેમ સંભવે છે.
હું બલસાર નામને સાર્થવાહ છું, માટે વેપારી તેમજ મહધિક છું. મારું રહેવાનું સ્થાન સાગરતિલક - ૨ છે. વ્યાપારથી દેશાંતરમાં મારૂં ફરવું વિશેષ થાય છે. ઘણું સારું થયું કે મારી સાથે તે રે મેળાપ થ. નજીકમાં જ મારા સાર્થને પડાવ પડે છે. ત્યાં મારા પટાવાસમાં–તંબુમાં ચાલ અને સુખી થા.
મલય સુંદરી સાર્થવાહના વચન સાંભળી વિચારમાં પડી કે આ સાર્થવાડ યુવાન ધનાઢય અને ગર્વિત છે. તે ત્યાં લઈ જઈ નિચે મારૂં શિપળ ખંડિત કરશે, માટે હું તેને જુઠો ઉત્તર આપું.
મલય સુંદરી-શ્રીમાન ! હું ચંડાળની પુત્રી છું. માતા તા સાથે કલેશ થવાથી ક્રોધાવેશમાં તેમની પાસેથી નીકળી અહીં આવી રહી છુ. તું તારે ઠેકાણે ચાલ્યા જા હું તારી સાથે આવીશ નહિ. પણ માતા મારા અહીં આવવાથી દુઃખી થઈ રહેલાં મારા પિતાને પાછી જઈ મળીશ. સાઈવાડ વિચારમાં પડે કે આ સ્ત્રીની આકૃતિ અને ચેષ્ટા ઉપરથી જણાઈ આવે છે કે તે ચંડાળની