Book Title: Malaysundari Charitra
Author(s): Vijaykesharsuri
Publisher: Mukti Kamalkeshar Jain Granthmala

View full book text
Previous | Next

Page 448
________________ આત્માને ઉપદેશ અને મે ૪૭ હોવાથી હવે સંસાર સમુદ્રનો કિનારો પામવાની તૈયારી છે, આ સામે જ દેખાય છે. સદ્ભાવનારૂપ વહાણને શુદ્ધ ચિત્તરૂપ વાયુ વડે પ્રેરણું કર કે આ વહાણ તેને હમણાં. જ કિનારા ઉપર લાવી મૂકશે સમુદ્ર તરી આવ્યો છે. હવે આ ખાડીમાં કે ખાબોચિયામાં તું ન બુડીશ. હે. જીવ ! નરક, તિર્યંચાદિ ગતિઓમાં તે અસહ્ય દુખે. સહન કર્યા છે. તે યાતનાઓને વિચાર કરતાં આ યાતના. –પીડા તેની આગળ શી ગણત્રીમાં છે ? આ સ્ત્રી ઉપર, તું બીલકુલ અશુભ ચિંતવન ન કરીશ. કર્મ ઉન્મેલન કરવાના કાર્યમાં આ સ્ત્રી તને ખરેખર મદદગાર થઈ છે અને તેથી તે તારા એક પરમ મિત્રસમાન છે. હે. ચેતન ! તું જે દેહ મંદિરમાં રહ્યો છે તે તારાથી જુદું છે આ બાહ્ય ઘર બળવાથી તું બળવાનો નથી. તારો. નાશ થવાનો નથી. તું અમર અને અરૂપી છે, આ અગ્નિ. પૂર્વ સંચિત કર્મ મળને વિશુદ્ધ કરે છે, એટલે તે પણ અહિતકર નથી, ઈત્યાદિ પ્રબળ ભાવનાના બળથી કનકવતી. ઉપરથી શ્રેષભાવ અને દેહ ઉપરથી મમત્વભાવ શાંત કરી, સમભાવની સરલ શ્રેણીએ તે મહાત્મા મહાબળ મુનિ આગળ વધ્યા. શુભાશુભ કર્મોપરથી મમત્વભાવ તદ્દન છુટી. ગ. દેહથી આત્મા તદ્દન જુદો જ અનુભવાય. આ આત્મસ્થિતિમાં ઘાતિકને ક્ષય થતાં જ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. બહારથી લાકડાને અગ્નિ પ્રજવલિત થઈ રહ્યો છે અને અંતરમાં શુકલધ્યાનાગ્નિ જ જલ્યમાન થઈ

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466